&TV પર લાલ ઈશ્ક માટે સીન શૂટ કરતી વખતે યુક્તિ કપૂર ભયભીત બની જાય છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

&TV  પર અગ્નિફેરામાં અકડુ પત્નીનું પાત્ર ભજવનારી યુક્તિ કપૂર હવે ભૂતપિશાચથી અભડાયેલા કબાટની પાછળની ગોપનીયતાનો ઉકેલ લાવવા માગતી નિર્દોષ છોકરીની ભૂમિકામાં જોવા મળવાની છે. &TV  પર લાલ ઈશ્કના આગામી એપિસોડમાં યુક્તિ મીઠી, સાદી છોકરીની ભૂમિકા ભજવશે, જેના ઘરમાં વિચિત્ર ઘટનાઓ બની રહી છે. આ સીન શૂટ કરવા માટે અભિનેત્રીએ પોતાને કબાટમાં બંધ કરી હતી અને ટૂંક સમયમાં જ તે સમયે તે ભયભીત થઈ હતી અને તમ્મર પણ આવી ગયાં હતાં, પરંતુ શૂટને અંજામ આપીને રહી હતી.

આ વિશે બોલતાં યુક્તિ કહે છે, અમે એપિસોડ શૂટ કરતા હતા ત્યારે મારા શ્વેતાના પાત્રએ કબાટમાં પોતાને બંધ કરીને ઘરમાં બનતી વિચિત્ર ઘટનાઓ પાછળનો ભેદ શોધી કાઢવાનો હોય છે. મને આવી બંધિયાત જગ્યાઓ ગમતી નથી. હું કબાટમાં ગઈ એટલે ભયભીત થઈ ગઈ અને અંદર અંધકાર હોવાથી તમ્મર આવી ગયાં હતાં. જોકે મેં પરફેક્ટ શોટ આપવા માટે તે સહન કરી લીધું. આ અનુભવ નરક જેવો હતો અને મને લાંબા સમય સુધી યાદ રહેશે.

ખરેખર બંધિયાર જગ્યામાં શૂટ કરવાના ડરમાંથી ઊભરી આવનારી યુક્તિને સલામ કરવી ઘટે. કલાકાર કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે તે માટે તેમની અંદર વ્યાવસાયિકતા અને કટિબદ્ધતા હોવી જોઈએ.

આગામી એપિસોડમાં યુક્તિ કપૂર ઉર્ફે શ્વેતા ઘરમાં વર્ષોથી બનતી વિચિત્ર ઘટનાઓનો ભેદ ઉકેલવા માટે વિક્રમ સાખલકર ઉર્ફે વિહાનના ઘરમાં પ્રવેશ કરે છે. તેનો હેતુ ઉત્તર શોધવાનો નહોતો, પરંતુ કબાટમાં છુપાયેલું ભૂત તેને ઘરમાં ભીંસમાં લે છે ત્યારે તેની પાસે ઉત્તર શોધવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. શ્વેતા પોતાનો તેમાંથી કઈ રીતે છુટકારો કરશે અને આ ભૂતપિશાચથી અભડાયેલા કબાટની પાછળનો ભેદ કઈ રીતે ઉકેલશે?

Share This Article