અમદાવાદ: ચાઇનાના અગ્રણી સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ પૈકીના એક યુહો મોબાઇલ્સે આજે અમદાવાદમાં રેડિસન બ્લુ ખાતે આયોજિત પ્રેસ કાર્યક્રમમાં ગુજરાતમાં પોતાના પ્રવેશની જાહેરાત કરી હતી. બ્રાન્ડે પોતાના બે ન્યુ હાઇ એન્ડ ફીચરથી સજ્જ સ્માર્ટફોનઃ યુહો વાસ્ટ પ્લસ અને યુહો વાય૩ પ્રોની રજૂઆત કરી હતી, જે બેસ્ટ-ઇન-ક્લાસ લૂક અને પર્ફોર્મન્સ ધરાવે છે તથા તે આકર્ષક કિંમત સાથે યુવા પેઢીની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
યુહો મોબાઇલ્સના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ચનપ્રિત સિંઘ તેમજ ડિરેક્ટર વુ યિરાન (માઇકલ)એ નવા યુહો ડિવાઇસિસને લોન્ચ કર્યાં હતાં.
યુહોનો મૂળભુત ઉદ્દેશ્ય યોગ્ય પ્રોડક્ટ, યોગ્ય સમય, યોગ્ય કિંમતે ઉપલબ્ધ કરાવવાનો તથા પારદર્શક અને અનુકૂળ કારોબારી પ્રવૃત્તિઓને આધારે ચેનલ પાર્ટનર્સ સાથે મજબૂત કારોબારી સંબંધ વિકસાવવાનો છે. કેટેગરીમાં બજાર હિસ્સો હાંસલ કરવા ઉપરાંત બ્રાન્ડ રિટેઇલર્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ તથા દેશભરમાં ગ્રાહકો માટે ડાયનામિક અને સુસંગત પ્રમોશન દ્વારા ઈક્વિટીનું નિર્માણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
યુહોના બે નવા સ્માર્ટફોન ૪જી ડ્યુઅલ વોલ્ટી, બેટરીની લાંબી આવરદા, ફર્સ્ટ-ઇન ક્લાસ ડિસ્પ્લે, પ્રોટેક્ટિવ બેક કવર તથા સેલ્ફીનો શોખ ધરાવતા યુવાનો માટે બેસ્ટ કેમેરા સહિતની વિશેષતાઓ સાથે બજારમાં હલચલ મચાવવા માટે સજ્જ છે.
યુહો મોબાઇલ્સના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ચનપ્રિત સિંઘે જણાવ્યું હતું કે, “અમે વર્ષ ૨૦૧૬માં પ્રારંભ કર્યાં બાદ ભારતના વિવિધ પ્રદેશો તરફથી સારો પ્રતિસાદ મેળવ્યો છે. અમારા માટે ગુજરાત અત્યંત મહત્વપૂર્ણ માર્કેટ છે અને અમને વિશ્વાસ છે કે ગુજરાતના ટેકનોલોજીમાં રૂચિ ધરાવતા યુવાનો તરફથી અમારા વિવિધ વિશેષતાઓ ધરાવતા વેરિઅન્ટ્સને સારો પ્રતિસાદ મળશે. અમારા ફોન બેસ્ટ ઇન ક્લાસ ફીચર્સથી સજ્જ અને યુઝર ફ્રેન્ડલી છે.”
યુહો મોબાઇલ્સના ડિરેક્ટર વુ યિરાન (માઇકલ)એ જણાવ્યું હતું કે, “ભારત મોટું અને વૈવિધ્યસભર માર્કેટ ધરાવે છે અને વિશ્વમાં સૌથી ઉંચો જીડીપી ધરાવે છે. હજી પણ સ્માર્ટફોનનું પેનિટ્રેશન આશરે ૪૦-૫૦ ટકા છે. બજારની જરૂરિયાતોને સમજીને મેન્યુફેક્ચરર્સ માટે પેનિટ્રેશન વધારવાની ઘણી તકો છે. આ ઉપરાંત માર્કેટ અત્યંત સ્પર્ધાત્મક છે. વિવિધ પ્રોફિટ સેન્ટર્સ રાખવું હવે શક્ય નથી. આથી અમે ભારતમાં અમારા (યુસીટી) અને કેપ્ટન ચનપ્રિત સિંઘ વચ્ચેના સંયુક્ત સાહસથી કારોબાર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અમારું મીશન ભારતીય ગ્રાહકોને વાજબી કિંમતે અદ્યતન મોબાઇલ ટેકનોલોજી ડિલિવર કરવાનો છે. આ પ્રક્રિયામાં અમે અમારા ચેનલ પાર્ટનર માટે મૂલ્ય સર્જવા માગીએ છીએ, જેથી પ્રોડક્ટ એક્સપિરિયન્સ અને કમાણીનું શ્રેષ્ઠ સંયોજન બનાવી શકાય.”
યુહો વાસ્ટ પ્લસની વાત કરીએ તો આ સ્માર્ટફોન ડાયમંડ કટ બેક પેનલ સાથે સ્ટાઇલિશ અને ટ્રેન્ડીયર દેખાવ ધરાવે છે. ૬.૨ ઇંચ (૧૫.૭૫ સેમી) નોચ ડિસ્પ્લે સાથે ફોન ૩૦૦૦ એમએએચ બેટરી ધરાવે છે. ૧૩.૦ મેગાપિક્સલ ડ્યુઅલ લેન્સ પ્રાઇમરી શુટર અને ૧૩.૦ મેગાપિક્સલ ફ્રન્ટ શુટર સાથે વાસ્ટ પ્લસ બેસ્ટ કલર એક્યુરેસી સાથે યાદગાર ક્ષણોને ક્લિક કરવામાં મદદરૂપ બને છે. સ્માર્ટફોન ૩૨ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને ૪જીબી ડીડીઆર૩ રેમ ધરાવે છે, જેથી હાઇ-એન્ડ એપ્લીકેશન્સ અને ગેમ્સ સરળતાથી રમી શકાય છે. આ ફોન ફેસ અનલોક, બોકેહ મોડ, ફ્લિપ ટુ મ્યુટ સહિતની અન્ય સંખ્યાબંધ નવીન વિશેષતાઓ ધરાવે છે.
બીજી તરફ યુહો વાય૩ પ્રો ૫.૭ ઇંચ (૧૪.૪ સેમી) એચડી+આઇપીએસ ટચસ્ક્રીન ડિસ્પ્લે તેમજ એમટી૬૭૩૯ ડબલ્યુડબલ્યુ ૬૪-બીટ ક્વાડ કોર કોર્ટેક્સ-એ૫૩ પ્રોસેસરથી સજ્જ છે. સ્ટોરેજની વાત કરીએ તો હેન્ડસેટ ૧૬જીબી સાથે ૧૨૮ જીબી એક્સપાન્ડેબલ અને ૨જીબી રેમ ધરાવે છે. ફોટોનો શોખ ધરાવતા યુવાનો માટે યુહો વાય૩ પ્રો ૧૩ મેગાપિક્સલ ડ્યુઅલ લેન્સ પ્રાઇમરી કેમેરા અને ૧૩ મેગાપિક્સલ ફ્રન્ટ શુટર સાથે બેસ્ટ-ઇન-ક્લાસ સેલ્ફી એક્સપિરિયન્સ આપે છે. યુહો વાય૩ પ્રો ૪૦૦૦ એમએએચ રિમુવેબલ બેટરી ધરાવે છે, જે દિવસ દરમિયાન સરળતાથી ઉપયોગમાં મદદરૂપ બને છે.
ડ્યુઅલ ૪જી સીમ (જીએસએમ) સપોર્ટ સાથે નવો યુહો વાય૩ પ્રો વાઇ-ફાઇ, જીપીએસ, બ્લુટુથ સાથે ફેસ અનલોક, ફિંગરપ્રિન્ટ સેન્સર અને પ્રોÂક્સમિટી સેન્સર સહિતની વિશેષતાઓ ધરાવે છે.
આ બંન્ને હેન્ડસેટ ગુજરાતમાં રિટેઇલ સ્ટોર્સ ઉપર વેચાણ માટે ઉપલબ્ધ છે. યુહો વાય૩ પ્રોની કિંમત રૂ. ૭૪૯૯ અને યુહો વાસ્ટ પ્લસની કિંમત રૂ. ૯૪૯૯ છે. અદ્યતન ટેકનોલોજી સાથે બ્રાન્ડ વાજબી કિંમત ઉપર પણ કેન્દ્રિત છે, જેથી નવા યુવો ફોન દરેક ગ્રાહકની પ્રથમ પસંદગી બની રહે.
ઉલ્લેખનીય છે કે યુહો સમગ્ર ભારતમાં ૧૦,૦૦૦થી વધુ રિટેઇલ આઉટલેટ ધરાવે છે તથા મેક ઇન ઈન્ડિયા અંતર્ગત પોતાના હેન્ડસેટના એસેમ્બલિંગ યુનિટ પણ ધરાવે છે. કંપની ભારતમાં વધુ એક એકમની શરૂઆત સાથે મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલિંગ યુનિટ વિસ્તારવાની યોજના ધરાવે છે, જેથી આગામી ત્રિમાસિકગાળામાં કારોબારને બળ આપી શકાય અને ભારતીય માર્કેટમાં ઝડપથી આગળ વધી શકાય.