મિત્રો,ગયા શુક્રવારે આપણે જોઈ ગયા કે યુવાન અને યુવાની એટલે શું..? અને હવે વાત કરવી છે MTV Roadies ના Season – 8 ના એ ગીત :- yahan વિશે.આ ગીતની શરૂઆત એક સરસ મજાની Motivational શાયરીથી થાય છે,જે આ પ્રમાણે છે :-
कुछ कर गुजरने का जुनून जहाँ होता है,
वहाँ जिंदगी रहती है,खुदा होता है,
जुस्तजू हो तो सफर पूरा कहाँ होता है !
यूं तो हर मोड़ पे मंजिल का गुमां होता है ।
આ ચાર લાઈનો યુવા સંવેદનાથી ભરપૂર છે.એક યુવાનને જીવન જીવવાની રીત આ ચાર લાઈનમાંથી મળે છે.મારા મત મુજબ જ્યાં ઝનૂન છે ત્યાં જુવાની છે.હા,પછી એ કોઈપણ ઉંમરની વ્યક્તિ હોય પણ જેનામાં પોતાના કામ પ્રત્યે ઝનૂન અને પેશન છે એ યુવાન છે.
હા,યુવાની એટલે માત્ર કાળા વાળ અને 18 થી 35 વર્ષ સુધીનો સમયગાળો નહીં,યુવાની તો વિચાર મા હોવી જોઈએ.કોઈપણ ઉંમરની વ્યક્તિ કે જે કંઈક નવું કરવાનો અને નવું શીખવાનો અભિગમ ધરાવે છે એ યુવાન છે. મહાભારતના 175 વર્ષના ભીષ્મ પિતામહ પણ યુવાન હતા કારણકે ધર્મના યુદ્ધનો વખતે બેસી રહેવાને બદલે યુદ્ધનો પહેલો શંખ એમણે ફૂંકયો હતો.
એક યુવાન માટે એ ખૂબ જરૂરી છે કે જીવનનો એ તબક્કો કે જેમાં દિલ અને દિમાગ બન્ને 100 ℅ શક્તિ અને તીવ્રતા ધરાવે છે ત્યારે એમની શક્તિને જ્યાં ત્યાં વેડફી નાખવાને બદલે એને યોગ્ય દિશામાં વાળવી જોઈએ કે જેથી એમનું કુટુંબ,સમાજ અને રાષ્ટ્ર એના તેજથી ઝળહળી ઉઠે.આપણી કહેવત છે ને કે ‘ શિયાળાનું છાણું અને બાળપણનું નાણું જેટલુ ભેગું કરીએ એટલું કામ લાગે.’ સમય અને સંજોગો જ્યારે અનુકૂળ હોય ત્યારે મહેનત કરી લેવી જોઈએ.ઉંમરના આ તબક્કે એમના મનમાં એક Goal સેટ કરી લેવો જોઈએ,એ Goal પૂરો કરવાં માટે મહેનત કરવી જોઈએ.
એકવાર આપણે આપણા goal પૂરો કરવાની દિશામાં પગલાં માંડ્યા એટલે અસ્તિત્વ પણ આપણી મદદે આવશે એટલે આ શાયરીની બીજી લાઈન એવી છે કે,
‘ वहाँ जिंदगी रहती है, खुदा होता है।’
આપણી મહેનતમાં મોહન રહેલા છે અને ખંતમાં ખુદા રહેલા છે.એકવાર દિલથી મહેનત શરૂ કરીશું એટલે મંજિલ તો સામે ચાલીને મળશે. પણ વાત અહીંથી અટકતી નથી એકવાર મંજિલ મળી જાય એટલે વાર્તા પુરી નથી થઈ જતી.
એક goal પૂરો થાય એટલે તરત બીજો goal બનાવીને એના માટે ફરી મહેનત કરવાની છે.જેને મનમાં નક્કી જ કરી લીધું છે એની સફર ક્યારેય અટકતી જ નથી.એ નવા નવા રસ્તાઓ શોધ્યે જ રાખે છે.કોઈ ગમે તેમ કહે એ વાતને કાને લીધા વગર એ પોતાની મહેનત શરૂ રાખે છે.આ વાત આપણને શાયરીની ત્રીજી લાઈન સમજાવે છે :-
जुस्तजू हो तो सफर पूरा कहाँ होता है।
એક યુવાનની ઇચ્છાઓની વણઝાર ક્યારેય અટકતી નથી એ નવી નવી મંજિલ મેળવવા માટે સતત ચાલ્યા જ કરે છે અને ‘ ફરે એ ચરે ‘ના નિયમે એ હમેશા સફળતાને વરે છે.
આ બધુ તો સાચું કે goal સેટ કરવો ને મહેનત કરવીને વગેરે વગેરે પણ એની સાથે બીજી એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે એને પોતાની મંજિલ પ્રત્યે,પોતાના goal પ્રત્યે માન હોવું જોઈએ.જો એ નહિ હોય તો બધું કરશે તો પણ એને આનંદ નહીં મળે.એટલે જ આ શાયરીની છેલ્લી લાઈનમાં લખ્યું છે કે
यूं तो हर मोड़ पे मंजिल का गुमां होता है।
તમારી મંજિલ પ્રત્યે કદાચ કોઈ ગમે તેવી ટીકા કરે તો પણ એ તમારી મંજિલ છે એના માટે તમને માન તો હોવું જ જોઈએ.કુછ તો લોગ કહેગે,લોગો કા કામ હૈ કહેના. લોકોના બોલવા પર ધ્યાન ના આપે એ જ સફળતા પ્રાપ્ત કરે છે.
આમ સતત નવી નવી મંજિલો ને સર કરવાની ઈચ્છા ધરાવતા યુવાને આ કહેવાતા જગતની વાતોને ધ્યાનમાં રાખ્યા વગર સતત મહેનત કરનાર યુવાન સફળતા મેળવે છે એવું આપણને આ શાયરી માંથી શીખવા મળે છે.
વધુ આવતા શુક્રવારે…..
Columnist:- યુગ અગ્રાવત