મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે યુવાનોએ પોતાની મંજિલ નક્કી કરીને એની તરફ એક પોઝીટીવ એટીટ્યુડથી ચાલવું જોઈએ…. હવે જોઈએ આગળ…..
बनते है,बिगड़ते है,रातो से दिन उलझते है यहां, है यहां..
गिरते है,सम्भलते है,कांटो से राह सजती है यहाँ,है यहाँ…।
थोड़ीसी धूप कड़ी,छाँव भी कुछ घड़ी,
शाम कभी अंधेरे में खो जाती..
यहाँ बारिश की झडी,वहाँ किरणों की लड़ी,
कहीँ पे फलक सुबहा को पाती
फांसले जब ऐसे बुलाये,
बस चले हम मंजिलो की किसको है पड़ी..।
बनते है,बिगड़ते है……
ઉપરના અંતરામા ગીતકારે મંજિલ તરફની યાત્રામાં થતા અનુભવોને સચોટ રીતે શબ્દોમાં ઉતાર્યો છે.જ્યારે જ્યારે કોઈ માણસ પોતાની મંજિલ તરફ આગળ વધે ને ત્યારે ત્યારે કઇંક સારું પણ બને,કંઇક ખરાબ પણ બને. શરૂઆતમાં રાત દિવસ જોયા વગર મહેનત કરવી પડે.ક્યારેક ચાલતા ચાલતા પડી પણ જવાય,તો ક્યારેક મંજિલના રસ્તામાં કાંટા પણ આવે.આમ છતાં જે વ્યક્તિ હિંમત હાર્યા વગર પોતાની યાત્રા ચાલુ રાખે છે એ જરૂર મંજિલને પામે છે. આ માટે શરૂઆતની આ બે લાઈન આપણને યાત્રામાં આવતા વિધ્નોથી વાકેફ કરે છે કે,
बनते है,बिगड़ते है,रातो से दिन उलझते है यहां, है यहां..
गिरते है,सम्भलते है,कांटो से राह सजती है यहाँ,है यहाँ…।
પણ આવું બધું તો થશે. યુવાને તો મનને મક્કમ બનાવીને મંજિલની દિશામાં આગળ વધવું જોઈએ.એક યુવાનએ તો રાહત ઈન્દોરી સાહેબનો આ શે’ર યાદ રાખવો જોઈએ કે,
“तुफानो से आंख मिलाओ, सैलाबो पे वार करो,
मल्लाहों का चक्कर छोड़ो,तैर के दरिया पार करो ।”
એક યુવાન તો રસ્તામાં આવતી મુસીબતોની આંખમાં આંખ નાખીને એને પડકારતો હોવો જોઈએ.
ગમે એવી મુસીબત કે ગમે તેવી ટિકની પરવા કર્યા વગર કોઈના પર પણ આધાર રાખ્યા વગર એની પોતાની ગતિથી જે પ્રગતિ કરે એને યુવાન કહે છે.
પોતાની મંજિલ સુધી પહોંચતા પહોંચતા ક્યાંક તડકો આવશે,ક્યાંક છાંયો આવશે,સફરમાં ક્યારેક આનંદ આવશે તો ક્યારેક કંટાળો પણ આવશે.પણ આ બધાને લક્ષમાં લીધા વિના એને અવિરત પ્રયત્નો કરતા રેવા પડશે.
उद्यमेण ही सिध्यन्ति कार्याणि । એ સૂત્રને મનમાં રાખીને બસ પ્રયત્નો કરતા રહેવા પડશે.સફરમાં ક્યાંક આફતોની ઝડી વરસે તો પણ જેનું મનોબળ મજબુત છે અને લક્ષ્ય નક્કી છે એને આશાનું કિરણ જરૂર મળશે કારણ કે,
Every dark cloud has a Silver lining
દુઃખના કાળા ડિબાંગ વાદળોની પાછળ સુખનો સૂર્ય ચમકતો જ હોય છે.
એમ આપણા પ્રયત્નોથી મંજિલ આપણને સામે ચાલીને આવી મળશે.પણ એ માટે હરિવંશરાય બચ્ચનના આ શબ્દોને મનમાં રાખીને મહેનત કરતી રહેવી પડશે કે,
तू न थकेगा कभी,
.
तू न रुकेगा कभी,
.
तू न मुड़ेगा कभी,
.
कर शपथ, कर शपथ, कर शपथ,
.
अग्निपथ अग्निपथ अग्निपथ।
મનમાં મંજિલ મેળવવાની આગ ભરીને પ્રયત્નો કરતા રહેવા પડશે.
વધુ આવતા શુક્રવારે……
Columnist :-યુગ અગ્રાવત