જ્ઞાન અને મનોરંજન માટે યુટ્યુબ વિડિયો ખુબ લોકપ્રિય છે. પરંતુ જ્યારે તમે યુટ્યુબ વેબસાઇટ પર જાવો છો ત્યારે ત્યાં રિકમેન્ડેડ વિડિયો નજરે પડે છે. જે આપના ધ્યાનને ભટકાવે છે. સાથે સાથે ઓટોપ્લે ઓન હોવાના કારણે વિડિયો પોતાની રીતે ચાલવા લાગી જાય છે. જેના કારણે ડેટાનો બગાડ થાય છે. કમેન્ટસ્ બોક્સ પર આપને વધારે દુવિધાભરી સ્થિતીમાં મુકી શકે છે. કેટલાક એવા તરીકા પણ છે જેની મદદથી આને દુર કરીને સરળ રીતે ઇન્ટરફેસ ઉપલબ્ધ કરાવી શકાય છે.
મિનિમલિસ્ટ યુટ્યુબની વાત કરવામાં આવે તો કહી શકાય છે કે તેના ઇન્ટરફેસ એક સર્ચ બારની જેમ છે. જ્યારે તમે પોતાની પસંદગીની કોઇ ચીજ અથવા તો વિડિયો ત્યાં શોધવામાં આવે છે ત્યારે તે જ પેજ પર રિઝલ્ટ શો થાય છે. સાથે સાથે તે જ સ્ક્રીન પર ફુલ સ્ક્રીન વિડિયો ચાલે છે. અહીં આપને અન્ય કોઇ ચીજ મળશે નહી. આપની સુવિધા માટે પ્લે, પોઝ, ક્લોઝ્ડ કેપ્શન અને ક્રોમકાસ્ટના બટન અહીં આપવામાં આવ્યા છે. આવી જ રીતે રિવ ડોટ વાઇટી પણ છે.
જો આપ ડિસ્ટ્રેક્શન ફ્રી યુટ્યુબ વિડિયો શેયરની પદ્ધિતી શોધી રહ્યા છો તો આપને આ વેબટુલની મદદ લેવી જાઇએ. અહીં આપ સર્ચ વર્ડની મદદથી કોઇ વિડિયો શોધી શકો છો. અથવા તો યુટ્યુબ યુઆરએલ પણ સીધી રીતે સર્ચ બારમાં મુકી શકો છો. આપના વિડિયો મળતાની સાથે જ તમે તેને નિહાળી શકો છો. સાથે સાથે શેયર પણકરી શકો છો. અહીં તમે સેફસર્ચ મોડની સાથે યુટ્યુબ વિડિયો સર્ચ કરી શકો છો. આ ઉપરાંત આપને અહીં રિકમેન્ડેડ વિડિયો પણ જાવા મળશે નહી. આપ સરળતાથી પોતાની પસંદગીની વિડિયો સામગ્રીની મજા લઇ શકો છો.