આ યુવા ભારતયોગ્ય રાહની શોધમાં દેખાય છે. યુવાનોની અભૂતપૂર્વ શ્રમશક્તિનો રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગ કરવા માટે રોજગાર સર્જવા માટેના વધારે પ્રયાસ કરવાની જરૂર દેખાઇ રહી છે. સરકારને અત્યારથી જ નક્કર કાર્યક્રમ અને મક્કમ નિર્ધાર સાથે અગળ વધવાની જરૂર દેખાઇ રહી છે. યુવાનોના આકાંક્ષાઓ અને સપના ખુબ મોટા છે. સાથે સાથે સરકારની તૈયારી ખુબ મર્યાદિત થયેલી છે. બેરોજગારીની વધતી સંખ્યાના અનિયંત્રિત ભીડ બની જવાના કારણે હાલત કફોડી બની રહી છે.
અમને યુવાનોને પુરતી તક આપવાની જરૂર છે. માત્ર સારી સારી યોજના બનાવવાથી કામ તાલનાર નથી. યોજનાઓને અમલી કરવાની પણ જરૂર છે. અમને આ યુવાનોની શક્તિનો યોગ્ય ઉપયોગ થાય તે દિશામાં પહેલ કરવી પડશે. હાલના જે કાર્યક્રમ છે તે કાર્યક્રમને યોગ્ય દિશામાં આગળ વધારી દેવાની જરૂર છે. જે પણ યોજના છે તેને અસરકારક રીતે અમલી કરીને તેમાં રોજગારની તક શોધવી પડશે. બીજી બાજુ સરકારમાં જે રીતે તમામ લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે તે વિશ્વાસ જાળવી રાખીને આગળ વધવાનો સમય છે. હકીકતમાં મોદી સરકાર અને સમાજના એક ચોક્કસ વંચિત અને દલિત વર્ગ વચ્ચે હાલના સમયમાં એક અવિશ્વાસની ભાવના જાગી ગઇ છે.
દલિતોના સવાલ પર સત્તારૂઢ પાર્ટી અને તેમના સાથી પક્ષોના વલણથી પણ સ્થિતી વધારે બગડી ગઇ છે.સૌથી પહેલા રોહિત વેમુલા પ્રકરણમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવનો મામલો ઉઠ્યો હતો. જેના કારણે દેશમાં નારાજગી ફેલાઇ હતી. સરકારને પણ કેટલાક ખુલાસા કરવા પડ્યા હતા. આ મુદ્દા પર કેટલાક કેન્દ્રિય પ્રધાનો અને શિક્ષણ સંસ્થાઓના ટોપના અધિકારીઓનુ વલણ નબળા વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભુતિ દર્શાવવાના બદલે તેમને બોધપાઠ ભણાવવા માટેનુ રહ્યુ હતુ. ત્યારબાદ ગાયની હત્યા કરવા અને તેની તસ્કરી કરવાના આરોપ મુકીને દલિતોને માર મારવાનો મામલો શરૂ થયો હતો. જે ગુજરાતમાં તમામ હદ વટાવી જતા દેશમાં આની અસર અને ગુંજ જોવા મળી હતી. આ વિષય પર દલિત સમુદાયના લોકો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે સત્તારૂઢ પાર્ટીનુ વલણ આદર્શ રહ્યુ ન હતુ. આવી રીતે દેશભરમાં દલિતોની વચ્ચે એવો સંદેશો પહોંચી ગયો હતો કે વર્તમાન મોદી સરકારને તેમના હિતોમાં કોઇ રસ નથી. તેની કોઇ ચિંતા પણ નથી.
એટલુ જ નહીં બલ્કે એવી ધારણા પણ બની કે સરકાર દલિતો પર અત્યાચાર કરનાર તત્વોને સંરક્ષણ પણ આપી રહી છે. આવા માહોલમાં એસસી અને એસટી એક્ટ પર અમલીકરણને લઇને જે રૂપરેખા નક્કી કરવામાં આવી હતી તેના કારણે દલિત સમુદાયમાં નારાજગી ફરી એકવાર ભડકી ઉઠી હતી. દેશની યુવા શક્તિનો રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. યુવાનોને એક રચનાત્મક શ્રમશક્તિ તરીકે વિકસિત કરવાની જરૂર છે. જેમાં આ યુવાનો દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા અદા કરી શકે છે. યુવાનોને પણ રોજગાર લાયક બને તે માટે જુદા જુદા ક્ષેત્રની જરૂરી ટ્રેનિંગ આપવાની જરૂર છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનોને ટ્રેનિંગ આપવાની જરૂર છે.