નવી દિલ્હી : સીઇઓ તરીકે ટોપની કંપનીઓમાં યુવાઓ પર વિશ્વાસ હવે વધી રહ્યો છે. યુવાનો ટોપની કંપનીઓમાં ટોપ લેવલ પર સામેલ થઇ રહ્યા છે. આક્રમક વિચારોને તક આપવામાં આવી રહી છે. હાલના સમયમાં અનુભવ કરતા ટેકનોલોજિકલ ક્ષમતા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. શેરધારકોના દબાણ હેઠળ અનેક મોટી કંપનીઓને તેમના સીઇઓ બદલી નાંખવાની અને તેમની જગ્યાએ યુવા સીઇઓ તરીકે રાખવાની ફરજ પડી રહી છે. દુનિયાની ૧૦ સૌથી મોટી ખાદ્ય કંપનીઓમાંથી છ દ્વારા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં પોતાના સીઇઓ બદલી નાંખવાની ફરજ પડી છે.
હાલમાં જ પેપ્સિકો દ્વારા પણ ૧૨ વર્ષથી સીઇઓ રહેલા ભારતીય મુળના ઇન્દિરા નુઇને હટાવીને તેમની જગ્યાએ રેમન લગાર્તાની સીઇઓ તરીકે વરણી કરી છે. કેટલીક અન્ય મોટી કંપનીઓ પણ યોગ્ય સીઇઓની શોધ કરી રહી છે. ફોર્ચ્યુન ૫૦૦ની કંપનીઓમાં સામેલ ૩૯ કમ્ઝ્યુમર પેકેજ્ડ કંપનીઓ દ્વારા કેટલાક ફેરફાર તેના ટોપ સ્તર પર કર્યા છે. છેલ્લા અઢી વર્ષમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. પેપ્સિકોના સીઇઓ રેમન કંપનીની સાથે ૨૨ વર્ષ સુધી કામ કરી ચુક્યા છે. પરંતુ અન્ય કંપનીઓએ નવી વિચારધારાની સાથે કંપનીમાંથી બહારના વિકલ્પો પર વધારે ધ્યાન આપ્યુ છે.
ફેરફાર માટેના કેટલાક મુખ્ય કારણ રહેલા છે. પારંપરિક રીતે કોઇ ક્ષેત્રમાં દબાણ જાળવી રાખીને ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નાની બ્રાન્ડ કંપનીઓએ વેચાણ અને લોકો સાથે જોડાઇ જવામાં વધારે સારી સફળતા હાંસલ કરી છે. બહારથી રહેલા કુશળ લોકોને પણ ટોપ કંપનીઓમાં હવે તક મળી રહી છે. આવી સ્થિતીમાં આગામી દિવસોમાં અન્ય ટોપ કંપનીઓમાં પણ યુવા સીઇઓ તરીકે જોવા મળી શકે છે. પ્રવાહ હવે ઝડપથી બદલાઇ રહ્યો છે. જો કે અનુભવને પ્રાથમિકતા મળે છે. મેનેજમેન્ટમાં ૫૫ વર્ષ સુધીના લોકોને વધારે પ્રાથમિકતા છે.