અમદાવાદ:ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(જીસીસીઆઇ)ની યુથ વિંગ દ્વારા આજે કેરળના પૂરગ્રસ્ત લોકોની વ્હારે આવવા અને અસરગ્રસ્તોને આર્થિક મદદ પૂરી પાડવાના ઉમદા આશય સાથે આજે શહેરમાં કર્ણાવતી કલબ ખાતે વિશ્વના જાણીતા લીડરશીપ ગુરૂ અને વૈશ્વિક મેન્ટોર એવા ઓસ્ટ્રેલિયાના પીટર કોક્સના અદ્ભુત મોટીવેશનલ વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈશ્વિક લીડરશીપ ગુરૂ પીટર કોક્સે જણાવ્યું હતું કે, આજના યુવાનો ઉત્સાહ, જામ અને કલા-કૌશલ્યની ભરેલા છે, જરૂર છે તેમને એક દિશા અને વળાંક આપવાની. જા કે, યુવાઓએ પણ તેમના જીવનમાં સપના સાકાર કરવા માટે તેમના લક્ષ્ય અને વિઝન કલીઅર રાખવા જાઇએ, જેને પગલે તેઓ જીવનમાં ઉચ્ચતમ શિખરો સર કરી શકે છે. જીવનમાં દરેક મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે સતત હકારાત્મકતા અને રચનાત્કતા સાથે આગળ ધપવા તેમણે યુવાઓને શીખ આપી હતી.
વૈશ્વિક લીડરશીપ મેન્ટોર પીટર કોક્સે વધુમાં ઉમેર્યું હતું, આજના યુવાઓ વિશ્વનું આવતીકાલનું ભવિષ્ય છે, તેઓ એક નવા અને સુંદર વિશ્વની રચના કરવા સક્ષમ છે. દરેક યુવાઓમાં આંતરિક પ્રતિભા પડેલી હોય છે અને તેને સાચા અર્થમાં જાણી જગાવવામાં આવે તો તે નિખરી શકે છે, યુવાઓનું પ્રદાન સમાજ, રાજય અને રાષ્ટ્ર માટે બહુમૂલ્ય હોય છે અને તેથી યુવાઓ ક્રાંતિ સર્જવા સક્ષમ હોય છે. આ પ્રસંગે જીસીસીઆઇના પ્રમુખ ડો.જયમીન વસાએ જણાવ્યું હતું કે, જીસીસીઆઇની યુથવિંગ દ્વારા કેરાલા પૂરના ભોગ બનેલા લોકો માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી આ અનોખો સેમીનાર આયોજિત કર્યો છે, જે ઘણા ગૌરવની વાત છે. આ ઇવેન્ટ મારફતે એકત્ર થયેલી તમામ ભંડોળ મુખ્યમંત્રી કેરલા રીલીફ ફંડમાં દાન કરવામાં આવશે.
જીસીસીઆઇની યુથ વિંગના યુવાનોના માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે વિશ્વના જાણીતા લીડરશીપ ગુરૂ પીટર કોકસની અમદાવાદની મુલાકાત એક સોનેરી તક સમાન કહી શકાય., યુવાઓને તેમને સાંભળીને જીવનમાં પ્રગતિના સોપાન સર કરવા જાઇએ. આ પ્રસંગે જીસીસીઆઇ યુથ વિંગના ચેરમેન સૌમિલ પુરોહિતે જણાવ્યું હતું કે, એક સારા સમાજ અને વિકાસશીલ રાષ્ટ્રનિર્માણમાં યુવાવર્ગનું સામાજિક, આર્થિક અને રાજકીય સહિત તમામ ક્ષેત્રમાં બહુમૂલ્ય યોગદાન રહેતું હોય છે ત્યારે ખાસ કરીને યુવાઓને સફળ લીડર કેવી રીતે બનાવી શકાય અને તે માટે શું કરવું જાઇએ તેના માર્ગદર્શન અને દિશાસૂચન માટે ખાસ ઓસ્ટ્રેલિયાના વૈશ્વિક મેન્ટોર પીટર કોક્સને આજે અમદાવાદમાં બોલાવવામાં આવ્યા છે, તેમનું લીડરશીપ ફોર એન્ટરપ્રિન્યોર વિષય પરનું આજનું વકતવ્ય યુવાઓને એક નવી દિશા અને રાહ ચીંધશે. હું ગર્વ અનુભવું છું કે જીસીસીઆઇની યુથ વિંગ કેરાલાના પૂરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે આ ઇવેન્ટમાંથી એકત્ર થનારા તમામ ભંડોળને ત્યાં દાનમાં આપી રહી છે. અમે આગામી દિવસોમાં પણ સમાજને મદદરૂપ બનવા સહિતના અનેક રચનાત્મક અને પ્રેરણારૂપ કાર્યો કરવામાં માનીએ છીએ. આજના સેમીનારમાં જીસીસીઆઇના યુથ વિંગના યુવાઓ સહિતના ખૂબ મોટી સંખ્યામાં યુવાવર્ગે હાજરી આપી હતી અને વૈશ્વિક લીડરશીપ ગુરૂ પીટર કોક્સને સાંભળવાની સોનેરી તક ઝડપી લીધી હતી.