મોરબીમાં અજાણ્યા નંબર પરથી આવેલો કોલ યુવકને ભારે પડ્યો હતો. ટંકારાના હીરપર ગામનો યુવાન હની ટ્રેપની જાળમાં ફસાયો હતો. અજાણ્યાનંબર પથી ફોન આવતા યુવતીનો ફોન શરૂ થઈ ગયો હતો અને વાતચીત શરૂ થઈ ગઈ હતી. મોરબીમાં અજાણ્યા નંબર પરથી આવેલો કોલ યુવકને ભારે પડ્યો હતો. ટંકારાના હીરપર ગામનો યુવાન હની ટ્રેપની જાળમાં ફસાયો હતો.
અજાણ્યા નંબર પથી ફોન આવતા યુવતીનો ફોન શરૂ થઈ ગયો હતો અને વાતચીત શરૂ થઈ ગઈ હતી. યુવકને અજાણી યુવતીએ તેનું નામ દિવ્યા ઉર્ફે પૂજા હોવાનું જણાવ્યું હતું. મિત્રતા ગાઢ બનતા યુવતીએ યુવકને મળવા ટંકારા બોલાવ્યો હતો. યુવતીએ અન્ય આરોપીઓ સાથે મળીને યુવાનનું અપહરણ કર્યુ હતુ. આટલું ઓછું હોય તેમ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને યુવકને ઢોર માર માર્યો હતો. આરોપીઓની ગેંગે ભેગા થઈને યુવક પાસેથી બળજબરીથી છ લાખ રૂપિયાકઢાવી લીધા હતા. ભોગ બનેલા યુવક અજિત ભાગિયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી યુવતી દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાઈ છે. અન્ય આરોપીઓ રમેશ જાદવ, સંજય મકવાણા અને ઋત્વિક સામે ફરિયાદ નોંધાઈ છે. ટંકારા પોલીસે બધા આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.