અમદાવાદઃ ટાઇપ ૧ ડાયાબિટીસ (ટી૧ડી) ધરાવતા ૨૬ યુવાન ભારતીયોએ હિમાલયમાં ૧૩,૦૦૦ ફુટ ઉપર ચંદ્રખાની પાસ ઉપર પહોંચીને સાબિત કર્યું છે કેઆ બિમારીથી પીડાતા કોઇપણ વ્યક્તિ અશક્ય લાગતા પડકારોને ઉપર પણ વિજય હાંસલ કરી શકે છે. ગત વર્ષે મહારાષ્ટ્રમાં (૫૪૦૦ ફુટ ઉપર) સફળતાપૂર્વક ટી૧ડી ચેલેન્જના આયોજન સાથે સનોફી ઇન્ડિયા અને ડાયાબિટીસ ઇન્ડિયાએ આ વર્ષે બીજી ટી૧ડી ચેલેન્જ ૨૦૧૮ – વનઅપ ટ્રેક સાથે વધુ મોટા પડકારને પાર પાડવાની પહેલ કરી હતી.
ભારતના ૧૬ શહેરોમાંથી ૧૫થી ૩૦ વર્ષની ઉંમરના ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા યુવાન ટ્રેકર્સે આ ચેલેન્જમાં ભાગ લીધો હતો અને તેમણે બિમારી વિશેની ગેરમાન્યતાઓને દૂરકરી હતી.
સનોફી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર એન. રાજાપામે જણાવ્યું હતું કે, “દક્ષિણ પૂર્વ એશિયામાં ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા સૌથી વધુ બાળકોની સંખ્યા ભારતમાં છે અને દરવર્ષે આ સંખ્યામાં ૩થી ૫ ટકાનો વધારો થઇ રહ્યો છે. સનોફી ઇન્ડિયાએ ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને સશક્ત બનાવવા માટે વનઅપ ટ્રેકની પહેલ કરી છે અને તેમને પોતાની ક્ષમતાઓ વિસ્તારવા માટે પ્રોત્સાહન આપ્યું છે. અમને આ ઉત્સાહિત યુવાનો ઉપર ગર્વ છે કે જેમણે અસાધારણ હિંમત દર્શાવવાની સાથે-સાથે ટ્રેક દરમિયાન પોતાના ડાયાબિટીસને મેનેજ કરવામાં અદ્ભુત શિસ્ત અને જવાબદારીનું પ્રદર્શન કર્યું છે.”
ડાયાબિટીસ ઇન્ડિયાના ડાયાબિટોલોજીસ્ટ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડો. બંસી સાબૂએ જણાવ્યું હતું કે, “દેશના વિવિધ પ્રદેશો અને પૃષ્ઠભૂમિમાંથી આવતા આ ૨૬ યુવાન ટ્રેકર્સે ભેગા થઇને સાબિત કર્યું છે કે કંઇપણ અશક્ય નથી. પડકારજનક પરિસ્થિતિઓમાં તેમની હિંમત અને પ્રતિબદ્ધતા પ્રશંસાને પાત્ર છે તથા આ બિમારી ધરાવતા અન્ય લોકો માટે તેઓ પ્રેરણા છે. આ ટ્રેક એ હકીકતને દર્શાવે છે કે યોગ્ય જાગૃતિ, તૈયારી અને પ્રોત્સાહનથી ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ પડકારોને પાર પાડી શકે છે. શિસ્ત સૌથી મહત્વપૂર્ણ છે.
નિયંત્રિત આહાર, બ્લડ સુગર ઉપર નિયમિત દેખરેખ અને સમયસર ઇન્સ્યુલિનથી હાંસલ કરી શકાય છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓને પોતાની ક્ષમતાઓ વિસ્તારવા માટે તથા તેમને સશક્ત બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તે અત્યંતઆવશ્યક છે. સનોફી ઇન્ડિયાએ યોગ્ય પ્રકારે આ દિશામાં પહેલ કરી છે અને અમે દર વર્ષે આ પહેલને વધુ મોટી અને અર્થસભર બનાવવાની યોજના ધરાવીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે દરેક સહભાગીના ટ્રેકિંગ ગિયરમાં કોમ્પેક્ટ ડાયાબિટીસ કીટને સામેલ કરવામાં આવી હતી, જેમાં ગ્લુકોમીટર, ઇન્સ્યુલીન અને સિરિંજ્સ અતવા ઇન્સ્યુલિન પેનસામેલ હતી. ટ્રેક દરમિયાન તેમને દિવસમાં સાત વખત બ્લડ સુગર માપવાનું રહેતું, જેથી તેને નિયંત્રણમાં રાખવાનું સુનિશ્ચિત કરી શકાય. તેઓ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટસમાન પ્રકારે મેળવી શકે તે સુનિશ્ચિત કરવા માટે તેમના ભોજન અંગે પહેલેથી જ આયોજન કરાયું હતું.
પોતાના દર્દીઓ વિશે વાત કરતાં ડો. બંસી સાબૂએ ઉમેર્યું હતું કે, “મારા દર્દીઓ તેમના ડાયાબિટીસ, ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવામાં તથા ઇન્સ્યુલિન લેવામાં નિયમિત રહ્યાં છે. તેમણે પડકાર ઝીલવામાં શિસ્ત અને હિંમત પ્રદર્શિત કરી છે અને મને તેમની સફળતા ઉપર ગર્વ છે.”
મહત્વપૂર્ણ છે કે ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ અલગ પ્રકારના જ પડકારોનો સામનો કરતાં હોય છે અને આ બિમારી ધરાવતા વ્યક્તિઓએ સંયમી જીવન જીવતાશીખવું જરૂરી છે. આ સાથે ફાઇટિંગ એટિટ્યુડ જરૂરી છે કે જેનાથી બિમારીથી બચી શકાય.
વનઅપ ટ્રેકમાં ભાગ લેનારા યુવાન ટ્રેકર્સે સાચા અર્થમાં નિયંત્રિત જીવનશૈલી પ્રદર્શિત કરી છે તથા ટાઇપ ૧ ડાયાબિટીસના મેનેજમેન્ટમાં યોગ્ય વલણ અને શિસ્ત દર્શાવી છે. કોઇપણ પડકાર ઝીલીને સપનું સાકાર કરવું હંમેશા શક્ય હોય છે.