ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેન્ટ ચેન્જની સમસ્યા સામે કેવી રીતે બચી શકાય તે સંદેશા સાથે તમિલનાડુના યુવાને કાશ્મીરથી કન્યાકુમારી 3620 કિલોમીટરની સોલો સાઈકલીંગ યાત્રા શરુ કરી છે. પંચમહાલ ખાતે આવેલી પહોચેલા આ સાયકલયાત્રી વડોદરા શહેરમા આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.તેઓ પોતાના દરેક કામ સાયકલ લઈને પતાવે છે. અને ગ્રીન ઈન્ડિયાને પ્રમોટ પણ કરે છે.અને લોકોને સાયકલિંગ કરીને પર્યાવરણ બચાવોનો સંદેશો પણ આપે છે.
વડોદરા શહેરમા આવેલી ખાનગી કંપનીમાં ફરજ બજાવતા શિવાસુર્યન મુળ દક્ષિણ ભારતના તમિલનાડુના વતની છે. તેઓ હમેશા ગ્રીન ઈન્ડિયાને લઈ લોકોમાં જાગૃતિ લાવાનાનો પ્રયાસ કરે છે.આ માટે જીવનમાં સાઈકલને વધારે મહત્વ આપ્યુ છે.
શિવાસુર્યને ફરી એકવાર દેશના નાગરિકોમાં જાગૃતિ લાવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3620 કિલોમીટરની સોલો સાયકલિંગ યાત્રા શરુ કરી છે. જેમા તેઓ કાશ્મીર સહિત રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પસાર કરેલી આ સાયકલયાત્રા ગુજરાત પહોચી હતી.શિવાસુર્યન જણાવે છે.હુ છેલ્લા 6 વર્ષથી ગુજરાતના વડોદરામા સ્થાઈ થયો છે. અને ચાર વર્ષથી ક્લાઈમેન્ટ ચેન્જ માટે કામ કરુ છુ.આ કલાઈમેન્ટ ચેન્જના કારણે લોકો પોતાની જમીનો છોડી રહ્યા છે.એટલે દુનિયાના દરેક નાગરિકની આ ફરજ છે. મારી પાસે બાઈક નથી. આપણી પાસે એક જ દુનિયા છે તેને બચાવી આપણી ફરજ છે,3 માર્ચથી આ યાત્રા શરુ કરી છે.આ પહેલા મે ગુજરાતથી તમિલનાડુ સુધી યાત્રા કરી હતી. મારા લગ્નમાં પણ સાઈકલનો ઉપયોગ કર્યો હતો. બધા મારી જેમ તો ન કરી શકે પણ નાના કામો માટે સાયકલથી કરવા જોઈએ તેવો મારો મત છે. 5થી 10 કિલોમીટર સાયકલનો ઉપયોગ કરી શકાય છે.બધા લોકો સાયકલનો ઉપયોગ કરશેતો તેની અસર જોવા મળશે.આ યાત્રા ત્યારબાદ આગળ વધી હતી.
