નવી દિલ્હી : ઇન્ફોસીસના સહસ્થાપક એન નારાયણમૂર્તિએ આજે નોકરી મેળવવા માટે યુવા પેઢીને નવો મંત્ર આપ્યો હતો. નારાયણમૂર્તિએ કહ્યું હતું કે, આજના સમયમાં નોકરી મેળવવા માટે જુદા જુદા ક્ષેત્રોમાં કુશળતા ખુબ જરૂરી છે જેમાં મશીનોને લઇને માહિતી, ઇન્ટરનેટ અંગેની માહિતી, ઓટોમેશન જેવી ટેકનોલોજીથી યુવા પેઢી માહિતગાર રહે તે જરૂરી છે. આક્રમક અને સહાયકરીતે ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવશે તો સરળતાથી નોકરી મળી શકે છે.
મૂર્તિએ કહ્યું હતું કે, આજે સૌથી મોટી સમસ્યા અમારી સામે યુવા પેઢીને કુશળ ટ્રેનિંગ આપવાની છે જેમાં મશીન લ‹નગ, ઇન્ટનેટ ઓફ થીમ, ઓટોમેશનનો સમાવેશ થાય છે. આ તમામ ક્ષેત્રોને લઇને ભણેલા યુવાનો પણ ઓછી માહિતી ધરાવે છે. આવી Âસ્થતિમાં રોજગારીની સમસ્યા ઉભી થયેલી છે. મૂર્તિએ કહ્યું હતું કે, યુવા પેઢીને ખુબ જ કુશળતાપૂર્વક ટ્રેનિંગ આપવાની જરૂર છે. મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી કરવા માટે જુદા જુદા ક્ષેત્રોમાં ટ્રેનિંગની જરૂર છે. ઇન્ફોસીસનો દાખલા ટાંકતા તેમણે કહ્યું હતું કે, કંપનીના મૈસુર ટ્રેનિંગ સેન્ટરમાં એક દિવસમાં ૧૪ હજાર લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. ઇન્ફોસીસ જેવી કંપનીઓ આ કામગીરી ખુબ સારીરીતે અદા કરી રહી છે. આ પ્રકારની ટ્રેનિંગ ઉભી કરવા માટે દરેક કંપનીએ ધ્યાન કેન્દ્રિત કરવું જાઇએ.
એજ્યુકેશનના ક્ષેત્રમાં ઇનોવેશન લાવવા માટે પણ અમારી યુનિવર્સિટીઓને જરૂર રહેલી છે. મૂર્તિએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ઓટો મેશન નોકરીની તકો આંચકી લેશે. તેમણે ખુલાસો કરતા કહ્યું હતું કે જ્યારે બેંકોમાં ૧૯૭૦ અને ૬૦ના દશકમાં કોમ્પ્યુટર રજૂ કરવામાં આવ્યા ત્યારે આનો ભારે વિરોધ થયો હતો. લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. કારણ કે આ લોકો માની રહ્યા હતા કે આનાથી મોટા પ્રમાણમાં લોકોની નોકરી જતી રહેશે પરંતુ આજે અમે જાઈ રહ્યા કર્મચારીઓને કેટલી હદ સુધી ઉપયોગી છે. બેંકોનું વિસ્તરણ થયું છે. વધુને વધુ લોકો નોકરી મેળવી રહ્યા છે. કોમ્પ્યુટરનું પ્રમાણ વધુ હોવાથી નોકરી પણ સરળતાથી મળી રહી છે જેથી ઓટોમેશનનો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરવામાં આવે તે જરૂરી છે.
જો અમે ઓટોમેશનનો ઉપયોગ સહાયની દ્રષ્ટિથી કરીશું તો કંપનીઓને તેમના કારોબારને ફેલાવવામાં અને વધુને વધુ લોકોને તક આપવામાં મદદ મળશે. માનવીય સ્પર્શ તેને આપવામાં આવે તે જરૂરી છે. આ પ્રકારની તમામ ગતિવિધિને આગળ વધારી શકાય છે. મોબાઇલ કોમ્પ્યુટિંગ એન્ડ નેટવ‹કગના ક્ષેત્રમાં આયોજિત એક કોન્ફરન્સમાં બોલતા મુર્તિએ કહ્યું હતું કે, ટેકનોલોજીકલ એડવાન્સના લીધે લાઇફ વધુ સમૃદ્ધ અને આરામદાયક બની ગઈ છે. ટેકનોલોજીમાં પારદર્શકતા વધી છે. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સામાન્ય ભારતીય પણ સ્માર્ટ ફોનના કારણે વધુ માહિતગાર બન્યા છે.