ઓછી ફી, સસ્તા ગેજેટોની યંગ ઇન્ડિયાની માંગણી છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

યુવા પેઢી બજેટથી શું ઇચ્છે છે તેને લઇ ખુલાસો નાણામંત્રી નિર્મલા સીતારામન મોદી-૨ સરકારનુ બીજુ બજેટ હવે પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરનાર છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે ત્યારે યંગ ઇન્ડિયાની ઇચ્છા શું છે તે જાણવાના પ્રયાસ કરવામાં આવતા ઘણી બાબતો જાણવા મળી છે. મોટાભાગના યુવા પેઢીના લોકો બજેટમાં એજ્યુકેશન ફીમાં ઘટાડો કરવા, ઇલેક્ટ્રોનિક ગેજેટ સસ્તા કરવા અને રોજગારી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની ઇચ્છા રાખે છે. ઘણા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો જે બજેટને લઇને વાત કરી ચુક્યા છે તેમની ઇચ્છા છે કે, તેઓ એમ ઇચ્છે છે કે, સીતારામન યૂથ ઓરિયેન્ટેડ બજેટ અથવા તો યુવાલક્ષી બજેટ રજૂ કરે જેમાં ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જતાં વિદ્યાર્થીઓને મદદરુપ થાય તે પ્રકારના પગલા જાહેર કરવામાં આવે. આ ઉપરાંત દેશમાં ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયાની પહેલને સફળ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ સસ્તા કરવામાં આવે તેવી ઇચ્છા પણ રાખે છે. હાલમાં દેશમાં ૪૭.૮ ટકા વસ્તી ૨૯ વર્ષથી પણ નીચેની છે.

આવી સ્થિતિમાં આગામી ત્રણ વર્ષના ગાળામાં વર્લ્ડમાં વર્કફોર્સ પૈકી ૨૦ ટકા સંખ્યા ભારતની રહેશે. ઘણા ભારતીય યુવકો અને યુવતીઓ ઇચ્છે છે કે, સંશાધનોને યુવાનોમાં કઇ રીતે એનર્જીમાં લાવવામાં આવે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. ઉંચી શિક્ષણ ફીના કારણે ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જાય છે. આવી સ્થિતિમાં ફી માળખાને સામાન્ય બનાવાની દિશામાં પહેલ થવી જોઇએ. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઘણી વખત હોશિંયાર વિદ્યાર્થીઓ પણ નાણાના અભાવે આગળ અભ્યાસ કરી શકતા નથી જેથી આના પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અમારી ઇચ્છા છે. બીજી બાજુ કેટલાક બેંકરો માને છે કે, સરકારે ટેક્સમાં કાપ મુકવા જોઇએ અને લોકલક્ષી બજેટ રજૂ કરવું જોઇએ. તમામ બાબત ટેક્સ ઉપર આધારિત રહે છે. સરકારે હવે સામાન્ય લોકો અંગે ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે. નોટબંધી અને જીએસટીના કારણે સામાન્ય લોકો પહેલાથી જ પરેશાન થઇ ચુક્યા છે. આવી સ્થિતિમાં આ વખતે વધુ સમસ્યા બજેટમાં ઉમેરવી જોઇએ નહીં. મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ડિજિટલ અને કેસલેસની દિશામાં આગળ વધી રહી છે ત્યારે ગેજેટ પોષાય તેવી કિંમતમાં મળે તે જરૂરી છે.

ભારત એજ વખતે ડિજિટલ બની શકે છે જ્યારે દરેક વ્યક્તિ સ્માર્ટ ફોન અથવા તો ઇન્ટરનેટ પોષાય તેવા રેટમાં મેળવી શકે. સરકારે સબસિડી આપવી જોઇએ અથવા તો કિંમતોમાં ઘટાડો કરવો જોઇએ. આઈટી પ્રોફેશનલોનું કહેવું છે કે, સરકારે સ્કીલ આધારિત સ્કીમ જાહેર કરવી જોઇએ જેથી ડિજિટલ ઇન્ડિયા શક્ય બની શકે. બજેટને લઇને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ અને ઉત્સુકતા છે.બજેટ સંપૂર્ણ રહેશે નહીં છતાં મોદી સરકાર પાસે કેટલીક સારી તક બજેટ મારફતે રહેલી છે. બજેટ પહેલાની વાતચીતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકીછે.

Share This Article