ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ આજે ભલે 10-15 મિનિટમાં સમાન પહોંચાડવાનો દાવો કરાતા હોય, પરંતુ તેની પાછળ કામ કરતા લોકોની જિંદગી કેટલી મુશ્કેલ છે, તેની એક ઝલક સામે આવી છે. ઉત્તરાખંડના એક Blinkit ડિલીવરી એજેન્ટે સોશિયલ મીડિયા પર પોતાની કમાણીની હકીકત બતાવી, જેણે લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે. 15 કલાક સતત કામ કર્યા પછી પણ તેની કમાણી એટલી ઓછી થઈ રહી છે કે, તે પોતે ભાવુક થઈ ગયો. આ વીડિયો સમે આવતા જ ગિગ વર્ક, ઓછી ઓવક અને ડિલીવરી એજન્ટની હાલત પર નવો વિવાદ શરૂ થયો છે.
યુટ્યૂબ પર શોર્ટ્સ દ્વારા ધોધમાર કમાણી કરવી છે? તો બસ આટલું ધ્યાન રાખો, રૂપિયાનો વરસાદ થશે
Blinkitના ડિલિવરી એજન્ટ થપલિયાલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતાની એક દિવસની કમાણીનો સંપૂર્ણ હિસાબ બતાવ્યો. વીડિયોમાં તેમણે જણાવ્યું કે લગભગ 15 કલાકમાં તેમણે 28 ઓર્ડર ડિલિવર કર્યા, પરંતુ કુલ કમાણી માત્ર 763 રૂપિયા થઈ. આશ્ચર્યની વાત એ હતી કે છેલ્લી ડિલિવરી માટે તેમને ફક્ત 15.83 રૂપિયા મળ્યા. જો સરેરાશ ગણીએ તો તેમની પ્રતિ કલાક કમાણી લગભગ 52 રૂપિયા થાય છે. વીડિયોમાં તેમની થાક અને નિરાશા સ્પષ્ટ રીતે દેખાય છે, જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ભાવુક થયા અને સિસ્ટમ પર સવાલ ઉઠ્યા.
View this post on Instagram
થપલિયાલે એ પણ સ્પષ્ટ કર્યું કે ગિગ વર્કમાં કમાણી દરરોજ એકસરખી નથી હોતી. તે સંપૂર્ણ રીતે ઓર્ડરની સંખ્યા અને સમય પર આધાર રાખે છે. તેમણે જણાવ્યું કે સારા દિવસોમાં 1600થી 2000 રૂપિયા સુધી કમાઈ જાય છે, પરંતુ ઘણા વખત 1000 રૂપિયા કમાવા પણ મુશ્કેલ બની જાય છે. ઑક્ટોબરમાં શેર કરાયેલા એક જૂના વીડિયોમાં તેમણે વધુ સારો દિવસ બતાવ્યો હતો, જેમાં 11 કલાકમાં 32 ઓર્ડર પૂરા કરીને તેમણે 1202 રૂપિયા કમાયા હતા. એટલે ક્યારેક ફાયદો, તો ક્યારેક ભારે નિરાશા—આ જ ગિગ વર્કની હકીકત છે.
રીલ્સથી શરૂ થયેલી સફર IPL સુધી પહોંચી, જાણો કોણ છે આ લેગ-સ્પિનર, જે એકપણ મોટી મેચ રમ્યા વગર ઓક્શનમાં પહોંચ્યો
વિડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો. કોઈએ લખ્યું કે આ કરતાં તો ચાની લારી લગાવવી વધારે સારી છે, તો કોઈએ કહ્યું કે તે એપ પર ડિફોલ્ટ ટિપ વધારી રાખે છે. ઘણા લોકોએ Blinkit અને અન્ય ક્વિક કોમર્સ કંપનીઓને ટૅગ કરીને ડિલિવરી એજન્ટ્સ માટે વધુ સારું વેતન આપવાની માંગ કરી. મામલો રાજકારણ સુધી પણ પહોંચ્યો. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ ઝડપી ડિલિવરી સેવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આવું દબાણ ગિગ વર્કર્સની જાનને જોખમમાં મૂકે છે. હાલ Blinkit તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
