જ્યારે હું ખરાબ દેખાતી હોઉં ત્યારે જ તમે ક્લિક કરો છો : નેહા કક્કર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સામાન્ય વ્યક્તિની જેમ જ સેલેબ્સ પણ પોતાના ઘરમાં અવાર-નવાર ફેરફાર કરતા હોય છે. હાલમાં જ બોલિવૂડ સિંગર નેહા કક્કર મુંબઈના અંધેરીમાં આવેલા ઇન્ટિરિયર શોપમાં જોવા મળી હતી. નેહા કક્કરે બ્લેક રંગના આઉટફિટ પહેર્યા હતા, વ્હાઇટ સ્નીકર્સ, હેન્ડબેગ તથા સનગ્લાસથી લુક કમ્પ્લિટ કર્યો હતો. નેહા સ્ટોરમાંથી બહાર નીકળી ત્યારે ફોટોગ્રાફર્સે તેને પોઝ આપવાનું કહ્યું હતું, પરંતુ સિંગરે ના પાડી દીધી હતી. નેહા કક્કરે કહ્યું હતું, ‘હું જ્યારે પણ ખરાબ લાગતી હોઉં ત્યારે જ તમે મને કવર કરવા આવી જાવ છો.’ ફોટોગ્રાફર્સે નેહાને માસ્ક હટાવવાનું કહ્યું હતું, પરંતુ સિંગરે ચોખ્ખી ના પાડી દીધી હતી. નેહા દેશ-વિદેશમાં કોન્સર્ટ કરતી હોય છે.

થોડાં દિવસ પહેલા નેહાએ દુબઈમાં કોન્સર્ટ કરી હતી. આ દરમિયાન તેણે બ્લેક એન્ડ પિંક આઉટફિટ પહેર્યા હતા. સો.મીડિયામાં તસવીર શૅર કરીને નેહાએ કહ્યું હતું, ‘મેં આ લુક મારી દુબઈ કોન્સર્ટ માટે ડિઝાઇન કર્યો છે. તમે શું વિચારો છો આ લુક અંગે?’ નેહાએ ૨૦૨૦માં સિંગર રોહનપ્રીત સાથે દિલ્હીમાં ૨૪ ઓક્ટોબરે ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. તેમની પહેલી મુલાકાત ‘નેહુ દા વ્યાહ’ના સેટ પર થઈ હતી. સેટ પર જ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. રોહનપ્રીત સિંહ ‘ઇન્ડિયાઝ રાઇઝિંગ સ્ટાર’ની ત્રીજી સિઝનમાં સ્પર્ધક તરીકે દેખાયો હતો. આ ઉપરાંત તેણે વેડિંગ રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગે’માં પણ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ શો ‘બિગ બોસ ૧૩’ની સ્પર્ધક રહી ચૂકેલી શહનાઝ ગિલને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યો હતો.

Share This Article