જો તમે નોકરિયાત વર્ગ છો અને જાતે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા ઈચ્છો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે ઘરે બેઠા સરળતાથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. જો તમે પણ ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા માંગો છો, તો જાણી લો કે તમે ઘરે બેઠા સરળતાથી ટેક્સ ફાઈલ કરી શકો છો. ITR ઓનલાઈન ફાઈલ કરવું ખૂબ જ સરળ છે. જો તમે પણ તમારી જાતે આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માંગો છો, તો તમે આધાર, પાન, બેંક એકાઉન્ટ નંબર, રોકાણની વિગતો અને તેના પુરાવા/પ્રમાણપત્ર, ફોર્મ ૧૬, ફોર્મ ૨૬છજી જેવા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે આવકવેરો ભરી શકો છો. ITR ફોર્મના ૭ પ્રકાર છે. આવી સ્થિતિમાં તમારે પહેલાં એ જાણવું જોઈએ કે તમારે કઈ શ્રેણીમાં ફોર્મ ભરવાનું છે. ચાલો જાણીએ કે પગારદાર વર્ગના લોકો આવકવેરા રિટર્ન કેવી રીતે ફાઇલ કરી શકે છે.
સૌથી પહેલાં આવકવેરા વિભાગની વેબસાઇટ https://eportal.incomªax.gov.in/iec/foservices/#/login પર જાઓ. હવે અહીં તમે તમારું લોગિન આઈડી અને પાસવર્ડ નાંખો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો Forgot Password ના વિકલ્પમાં જઈને નવો પાસવર્ડ બનાવો. હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. હવે તમે ઇ-ફાઇલનો વિકલ્પ પસંદ કરો અને ત્યાં આવકવેરો ફાઇલ કરવાનો વિકલ્પ પસંદ કરો. તે પછી તમે નાણાંકીય વર્ષ પસંદ કરો. હવે તમને બે વિકલ્પો દેખાશે, જેમાં તમે ઓનલાઈન વિકલ્પ પસંદ કરો અને વ્યક્તિગત વિકલ્પ પસંદ કરો. હવે તમને બે વિકલ્પો ITR-૧ અને ITR-૪ દેખાશે. જો તમે પગારદાર વર્ગ છો, તો તેમાં ITR-૧ પસંદ કરો. હવે તમારી સિસ્ટમ પર એક ફોર્મ ખુલશે, તેને ભરવા માટે ૧૩૯(૧) ઓરિજિનલ રિટર્ન પસંદ કરો. હવે તમારી સામે એક ફોર્મ આવશે, જે યોગ્ય રીતે ભરવું જોઈએ, તેની સાથે તમારે તમારા બેંક ખાતાની માહિતી પણ ભરવાની રહેશે. જો તમે ફોર્મમાં ઑફલાઇનનો વિકલ્પ પસંદ કરો છો, તો ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમને અટેચ ફાઇલનો વિકલ્પ દેખાશે. ફોર્મ ભર્યા પછી તમે ઓનલાઈન વેરિફિકેશન પસંદ કરો, ત્યારબાદ તમારું ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ જશે.