ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મહત્વનો નિર્ણય લીધો હતો. યોગી આદિત્યનાથે બે જીલ્લાના ડી.એમને ભ્રષ્ટાચારના આરોપસર સસપેન્ડ કરી દીધા છે. મુખ્યમંત્રીએ ગૌડાના ડી.એમ જે.બી.સિંહ અને ફતેહપૂરના ડી.એમ પ્રશાંત કુમારને સસપેન્ડ કરી દીધા છે. બંને ડી.એમ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે. આવું પહેલી વાર થયુ છે કે બે ડી.એમ એક સાથે સસપેન્ડ કરી દેવામાં આવ્યા.
સરકારી ધાનની વહેંચણીમાં ભૂલ થઇ હતી. આ બાબત માટે ગૌડાના ડી.એમને યોગી આદિત્યનાથે સસપેન્ડ કરી દીધા હતા. સાથે જ આ બાબતની એફ.આઇ.આર પણ લખાવી દીધી હતી. જેથી દરેક સરકારી કર્મચારીને ભૂલ કરતા પહેલા બાબત ધ્યાનમાં રહે કે ભ્રષ્ટાચાર એક ગુનો છે, અને તેની સજા મળી શકે છે.
બીજી તરફ ફતેહપૂરમાં ઘઉં ખરીદમાં અનિયમિતતાને લીધે તાત્કાલિક મુખ્યમંત્રીએ ડી.એમને સસપેન્ડ કરી દીધા હતા. આ મામલે પણ યોગી આદિત્યનાથે એફ.આઇ.આર નોંધાવવા માટે કહ્યું છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભ્રષ્ટાચાર વિરોધી છે. તે પોતાના રાજ્યમાં ભ્રષ્ટાચારીઓનું રાજ નહી ચલાવી લે તેવું તેમને પહેલા જ કહી દીધું હતું. ભ્રષ્ટાચાર કરનાર બે ડી.એમને યોગી આદિત્યનાથે સસપેન્ડ કરીને મિસાલ ઉભી કરી દીધી છે.