લખનૌ : નવાબોના શહેરમાં હવે અધિકારી પોતાની નવાબી છોડી રહ્યા છે. લખનૌના પાટનગર લખનૌમાં વર્ક કલ્ચરમાં સુધારો થઇ રહ્યો છે. અહીંના અધિકારીઓ હવે પાન મસાલા અને ગુટખા ખાવાના બદલે ચુઇંગ ગમ ખાઇ રહ્યા છે. સાથે સાથે હવે અધિકારી સમયસર ઓફિસ પહોંચી રહ્યા છે. સ્થિતી એ છે કે હવે સચિવાલયની બહાર કાર પાર્કિગમાં જગ્યા રહેતી નથી. સચિવાલયના ગેટ નંબર સાત પર તૈનાત ગાર્ડે કહ્યુ છે કે ફુલ હાજરી જાવા મળી રહી છે. અધિકારી કામ કરવા લાગી ગયા છે. જેથી પાર્કિગ ફુલ છે.
હવેથી થોડાક દિવસ પહેલા સુધી આવી સ્થિતી ન હતી. ગાર્ડે કહ્યુ છે કે પહેલા લંચ બાદ સાહેબો આવતા હતા અને કહેતા હતા કે ચાલો ચા પીતા આવીએ. હાલમા જ એક પ્યુને ખિસ્સામાંથી પાન મસાલાના પાઉચ બહાર કાઢતાની સાથે જ અધિકારીએ યાદ અપાવ્યુ હતુ કે સરકારી ઓફિસમાં તમાકુ અને પાન મસાલાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ સુચના બાદ પ્યુને તરત જ પાઉચ પાછા ખિસ્સામાં મુકી દીધા હતા. વિધાનસભવનમાં ફરજ બજાવતા એક કર્મચારીએ કહ્યુ છે કે ગુટખા અને પાન મસાલા ખાનાર લોકો હવે ચુઇંગ ગમ વધારી રાખી રહ્યા છે. સારી બાબત એ છે કે તેના રેપર પણ જેમ તેમ ફેંકવામાં આવી રહ્યા નથી. તેને ખિસ્સામાં મુકી દે છે.
આદેશ બાદ હાલમાં ગુટખાના ઉપયોગ બદલ ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દરરોજ ૨૦ કલાક સુધી કામ કરવા માટે તૈયાર રહેવા માટેની સુચના બાદ હાજરીમાં સુધારો થઇ રહ્યો છે. સાફ સફાઇ પર હાલમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. જેથી સ્થિતીમાં વધારે સુધારો ટુંકમાં દેખાય તેવા સંકેત છે. જળ સંસાધન રાજ્ય મંત્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે તેઓ સૌથી પહેલા એ બાબતને જુએ છે કે તેમના રૂમને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે કે કેમ. તેઓ સવારે ૯.૩૦ વાગે ઓફિસ પહોંચી જાય છે. પોતાના સ્ટાફને આદેશ આપવામાં આવ્યો છે કે ફાઈલો ક્રમમાં મુકવામાં આવશે. તેના ઉપર ધુળ હોવી જાઈએ નહીં.
ઉત્તરપ્રદેશના પરિવહન મંત્રી સ્વતંત્ર દેવસિંહે પણ કહ્યું છે કે સ્વચ્છતાના મામલામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. ટ્રાન્સફોર કમિશનર ઓફિસના બારણા પર વ્યવસ્થિત સફાઈ ઉપર ધ્યાન આપે તે જરૂરી છે. સૂર્યપ્રતાપ શાહી, ધર્મપાલસિંહ અને સુરેશ ખન્ના જેવા વરિષ્ઠ નેતા મુખ્યમંત્રીના આદેશ મુજબ કામ કરી રહ્યા છે. તમામ લોકો સમયસર પહોંચી રહ્યા છે.