કોરોનાના સમય બાદ આજે દરેક વ્યક્તિ પોતાની ફિટનેસ પર યોગ્ય દયાન આપી રહ્યું છે. તેની સાથે રોજિંદા જીવનમાં પણ ખોરાક થી માંડીને રોજિંદી પ્રક્રિયાઓ તેમજ કસરત, યોગા, જીમ માટે સમય આપી રહ્યું છે. વ્યક્તિની જરૂરિયાત અને એકદમ નવી કક્ષાના સાધનો સાથે યોગવાલા ફિટનેસ દ્વારા યોગવાલા ફિટનેસ એકેડેમીની શરૂઆત સાઉથ બોપલ, અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે. જેનું નેતૃત્વ શ્રી જિગીષા જગદીશભાઈ વાલા (ફાઉન્ડર, યોગવાલા ફિટનેસ એકેડેમી), જશવંત મલિક (એમ.એ, યોગા – નેશનલ ગોલ્ડ મેડાલીસ્ટ) દ્વારા કરવામાં આવશે.
આ એકેડેમીના શુભારંભમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિતઃ રહેશે. તેમની સાથે અતિથિ વિશેષમાં કિરીટભાઈ પરમાર (મેયર, અમદાવાદ), લીલીબેન ભીમજીભાઈ વાલા (માં), શ્રેયાંશભાઈ શાહ (ગુજરાત સમાચાર, જીએસટીવી ન્યૂઝ ચેનલ,તંત્રી) તેમજ આમંત્રિત મહેમાન તરીકે યોગેશભાઈ ગઢવી (પૂર્વ ચેરમેન, સંગીત નાટક એકેડમી), અરવિંદ વેગડા (ભાઈ ભાઈ ફેમ, સિંગર), મમતા સોની (બોલીવુડ – ઢોલીવુડ એક્ટર) પણ જોડાશે.
આ એકેડેમી વિશે વાત કરતા જિગીષા જગદીશભાઈ વાલા (ફાઉન્ડર, યોગવાલા ફિટનેસ એકેડેમી) દ્વારા જણાવામાં આવ્યું હતું કે, યોગ અને ફિટનેસ જાળવવી દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ બાબત છે. આપણા માનનીય પીએમ મોદીજી પણ યોગ અને કસરતને યોગ્ય સમય સાથે કરવા માટે જનતાને પ્રેરિત કરતા આવ્યા છે. દરેક જરૂરિયાત એક જ જગ્યાએ એથી સૌથી સારામાં સારા સાધનો સાથે મળી રહે તે આશયથી અમે આ એકેડેમીની શરુવાત કરવા જઈ રહ્યા છીએ. અમારા એક્સપર્ટ દ્વારા ખૂબ જ સુંદર રીતે આવનાર દરેક લોકોને સલાહ આપવામાં આવશે સાથે સંતુલિત આહાર, યોગ અને કસરત પર શિખવાડમાં પણ આવશે.