ગુજરાત વિધાસનભા સચિવાલયના ખાતે કાર્યરત વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા આજ ગુજરાત વિધાસનભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની પ્રેરણાથી આજની સતત વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં મનની એકાગ્રતા, શાંતિ તથા શારિરીક સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુસર તેમના અધ્યક્ષસ્થાને એક દિવસીય યોગ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યોગ શિબિરમાં વડોદરા ખાતેના ‘Health First A Centre For Advance Homeopathy & Yoga Therapy’ ના સ્થાપક અને યોગગુરૂ ડૉ.સ્મિતા ગૌતમ ‘યોગ અસ્મિતા’ દ્વારા સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે કચેરીમાં કાર્ય કરવાની યોગ્ય પદ્ધતિનું જુદા જુદા યોગાસનો અને વકતવ્ય દ્વારા માર્ગદર્શન તેમજ નિદર્શન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત અહીંયા યોગ પર પ્રેઝન્ટેશન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આજના તનાવપૂર્ણ જીવનમાં યોગનું મહત્વ અને ઉપયોગીતા સમજાવી હતી.