યોગ બન્યો જનઆંદોલન, મતભેદો થશે દૂર : વડાપ્રધાન મોદી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વડાપ્રધાન હાલ USAની મુલાકાતે છે. ત્યારે તેમણે શરૂઆત ત્યાંના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે મુલાકાત કરીને કરી છે. તેમજ ઘણા લોકોને મળ્યા હતા. એલોન મસ્ક પણ આમાં સામેલ છે. પીએમ મોદીને મળ્યા બાદ મસ્ક તેમના વખાણ કરતા થાકતા નથી. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ પણ છે. જેને લઈને PMએ USA રહીને પણ દેશવાસીઓને એક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે યોગ સમગ્ર વિશ્વને એક તાતણે બાંધે છે. સમગ્ર વિશ્વને એક પરિવાર સાથે બાંધી રાખે છે. યોગ આપણી ચેતનાને જાગૃત કરે છે અને આપણી આંતરદૃષ્ટિને વિસ્તૃત કરે છે. ભારતીયોને સંબોધીત કરતા પીએમએ કહ્યું કે યોગ એ પ્રેમનો આધાર છે. તે આપણને ચેતના સાથે જોડે છે જે આપણને જીવની એકતાનો અનુભવ કરાવે છે. જે આપણને માત્ર જીવો માટેના પ્રેમનો આધાર આપે છે. તેમણે કહ્યું કે માત્ર યોગ દ્વારા જ આપણા વિરોધાભાસનો પણ અંત આવી શકે છે. આપણી મડાગાંઠ અને પ્રતિકાર પણ સમાપ્ત થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે ભારતીય સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે હું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લઈશ.

 ભારતના આહ્વાન પર ૧૮૦ થી વધુ દેશોનું એકઠા થવું ઐતિહાસિક છે. ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જ્યારે યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તેને રેકોર્ડ સંખ્યામાં દેશોએ ટેકો આપ્યો હતો. ત્યારથી, યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા વૈશ્વિક ચળવળ બની ગયો છે. વડા પ્રધાન યુએસમાં અનેક નિષ્ણાતો સાથે મળ્યા હતા જે બાદ પીએમ મોદી ખૂબ જ ખુશ દેખાતા હતા.ન્યૂયોર્કમાં પીએમ મોદી અમેરિકન રોકાણકાર રે ડાલિયોએને મળ્યા હતા ત્યારે રોકાણકારે કહ્યું હતું કે, “ભારતની ક્ષમતા ખૂબ જ વિશાળ છે અને હવે તમારી પાસે એક સુધારક છે જેમની પાસે ફરક લાવવાની ક્ષમતા અને લોકપ્રિયતા છે.” ભારત અને વડાપ્રધાન મોદી એક એવા સંક્રમણ બિંદુ પર છે જે ઘણી તકો ઉભી કરશે. પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના પ્રમુખ નીલી બેન્દાપુડીએ પણ જણાવ્યું હતું કે, “તે અતુલ્ય મીટિંગ હતી.” આ બે મહાન લોકશાહી, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્‌સ, કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે તે અંગે વડાપ્રધાન સાથે બેસીને તેમનું વિઝન સાંભળવું ખરેખર પ્રેરણાદાયક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘વૈશ્વિક નેતા’ ગણાવતા, યુનાઇટેડ સ્ટેટ્‌સના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું છે કે ભારત અને અમેરિકા માટે મોટો પડકાર એ છે કે ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો. બોલ્ટને કહ્યું કે બંને નેતાઓ વચ્ચે વેપાર અંગે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું, “નરેન્દ્ર મોદી ચોક્કસપણે વૈશ્વિક નેતા છે. તેઓ ઘણા વિષયો પર મજબૂત વિચારો ધરાવે છે. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવશે.”

Share This Article