રાંચી : ઐતિહાસિક શહેર રાંચીમાં આવતીકાલે મુખ્ય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાનાર છે જેથી સમગ્ર રાંચી લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે.સુરક્ષા પાસાને ધ્યાનમાં લઇને પ્રભાત તારા મેદાનને છ ક્લસ્ટર તેમજ ૪૪ સેક્ટરોમાં વિભાજિત કરીને સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચ હજાર જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ૫૦૦ મેજિસ્ટ્રેટ સુરક્ષા માટે તૈનાત રાખવામાં આવ્યા છે. આ વખતે બિરસાની ધરતીથી યોગનો સંદેશ ફેલાશે. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ અને અન્ય સુરક્ષા સંસ્થાઓના જવાનો ચારેબાજુ ગોઠવાઇ ગયા છે.
કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલા લેવામાં આવ્યા છે. બીજી બાજુ ઐતિહાસિક શહેરમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં લોકોની સુરક્ષા માટે હવે ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતુ. અર્ધલશ્કરી દળ આઇટીબીપીના શોધખોળમાં કુશળ અને તાલીમ પામેલા ડોગની ટીમ પણ આમાં સામેલ કરવામાં આવી છે. રાંચી હમેંશા ત્રાસવાદીઓના હિટ લિસ્ટમાં રહે છે.
આવી સ્થિતીમાં મોટી સંખ્યામાં લોકો હોવાથી ખતરો વધી જાય છે. જેથી પોલીસ અને સુરક્ષા સંસ્થાઓ દ્વારા પહેલાથી જ તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલા લેવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત કોઇ અરાજકતા ન સર્જાય તે માટે પણ પગલા લેવામાં આવી ચુક્યા છે. ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરાયા છે.