યો યો હની સિંહે પોતાના સર્વશ્રેષ્ઠ ક્રિટિક્સ અને સમર્થકનો કર્યો ખુલાસો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

બોલીવુડમાં સંગીતની પરિભાષા બદલી દેનાર સંગીતકાર યો યો હની સિંહે પોતાના પરિવારને પોતાના સર્વશ્રેષ્ઠ ટીકાકાર ગણે છે. હની સિંહને પરિવાર સાથે હંમેશા ભારે સમર્થન પ્રાપ્ત થયું છે, જેથી તેમને સંગીત બનાવવામાં મદદ મળે છે.

સંગીતની દુનિયામાં એક બ્રાંડના રૂપમાં ભરતાં યો યો હની સિંહે પ્રશંસકોની મોટી સંખ્યા પોતાના નામે કરી લીધી છે અને પોતાની સફળતા પુરો શ્રેય તે પોતાના પરિવાર આપે છે.

પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ ટીકાકાર વિશે જણાવતાં સંગીતકારે કહ્યું – ”મારું જીવન અને કેરિયર મારા પરિવાર પ્રત્યે સમર્પિત છે. વર્ષ ૨૦૧૪ની આસપાસ મારા બ્રેક દરમિયાન, હું સંગીતની રચના કરવામાં સક્ષમ ન હતો પરંતુ તે દરમિયાન મારા પરિવારે મને પુરો સાથ આપ્યો હતો. મેં આ સમયગાળા દરમિયાન ઘણા ગીત બનાવ્યા જે ૨૦૧૬-૧૮માં રિલીઝ સાથે હિટ સાબિત થયા છે. મારા પિતા એક મહાન શ્રોતા છે. તે ખૂબ સારી રીતે ભવિષ્યવાણી કરે છે કયું ગીત હિટ થશે અને કયું નહી.”

યો યો હની સિંહના અનુસાર, તેમની માતાનો તેમના કેરિયર પર સૌથી વધુ પ્રભાવ છે. તે સમયને યાદ કરતાં જ્યારે તે બાઇપોલર ડિસઓર્ડરથી પીડાતા હતા, તેમણે શેર કર્યું કે તેમને માતાએ તેમને પોતાના લોકપ્રિય હિટ ‘ધી રે ધીરે’ લિરિક્સ રચનાની સાથે મદદ કરી હતી.

આ સમગ્ર સફરમાં પોતાની પત્ની પાસેથી મળેલા સમર્થન વિશે વાત કરતાં હની સિંહ કહે છે, ”હું અને મારી પત્ની ૧૭ વર્ષથી એકબીજાની ઓળખીએ છીએ. તે ખરાબમાં ખરાબ સમયમાં મારી સહાયક રહી છે, જ્યારે મારા પરિવારને પણ ખબર ન હતી કે સ્થિતિને કેવી સંભાળવી છે તે સમયે મારી પત્નીએ મારો સાથ આપ્યો. તે એક બહાદુર મહિલા છે અને તેથી જ મારા જીવનમાં ઘણી વસ્તુઓ શાનદાર થઇ ગયું.” સાથે જ યો યો હની સિંહે એ પણ જણાવ્યું કે શક્તિ આપવા ઉપરાંત શાલિની તેમની સૌથી કઠોર ટીકાકાર પણ છે. તે એક સારી ટીકાકાર પણ છે. તે હંમેશા મારા ગીતોની પ્રશંસા કરે છે.

યો યો હની સિંહનું માનવું છે કે તે ભાગ્યશાળી છે કે તેમની આસપાસ એક ‘સંગીતમય પરિવાર’ છે. ”અહીં સુધી કે જ્યારે ભવિષ્યમાં પણ કંઇક બનાવીશ ત્યારે પણ હું, તેમને મારી મદદ કરવા માટે કહીશ. આખરે પરિવારથી ઉપર કોઇ નથી. તે પોતાના એકમાત્ર શુભચિંતક છે. અન્ય લોકો ફક્ત રાહગીર છે.

Share This Article