યાસીન ભટકલ અફઝલની સેલમાં મોકલ્યો છે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : તિહાર જેલમાં રહેલા ત્રાસવાદી યાસીન ભટકળની જેલ બદલી કરી દેવામાં આવી છે. હવે તેને એ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે જેમાં કદી સંસદ પર ભીષણ ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરૂને રાખવામાં આવ્યો હતો. અફઝલને નવમી ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે સવારમાં તિહાર જેલમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ વખત એવુ બન્યુ છે જ્યારે કોઇ મોટા ત્રાસવાદીને તેની સેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.

અલબત્ત અફઝલને ફાંસી આપવામાં આવ્યા બાદ આ સેલમાં અફઝલના ભુતને લઇને કેટલાક અહેવાલ આવી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે સુરક્ષા પાસાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા તેને જેલ નંબર ૪માં કેટલાક અન્ય કેદીઓની સાથે રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે તેને જેલ નંબર ત્રણમાં અફઝલવાળા સેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આ સેલથી થોડા અંતરે જ ફાંસીવાળા તખ્તાની સેલ પણ છે. આ હાઇ સિક્યુરિટી વોર્ડમાં ૧૦ સેલ છે. તેમાંથી બ્લોક નંબર -૧ના સેલ નંબર એકમાં ભટકળને શિફ્ટ કરવામાં આવ્યો છે. ભટકળની ૨૮મી ઓગષ્ટ ૨૦૧૩ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. તિહાર જેલમાં તે લાંબા સમય સુધી જેલ નંબર ચારમાં રહ્યો હતો. તે હવે એકલા સેલમાં બંધ છે. તેની આસપાસના સેલમાં કેટલાક કાશ્મીરી ત્રાસવાદીઓને રાખવામાં આવ્યા છે.

Share This Article