Yashasvi Jaiswal Run Out: યશસ્વી જયસ્વાલે વેસ્ટઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે શાનદાર ઇનિંગ રમી હતી અને જોરદાર સદી ફટકારી હતી. દિવસ પૂરો થવા સુધીમાં તે 173 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેની બેટિંગ જોઈને સૌને વિશ્વાસ હતો કે તે ડબલ સદી પૂરી કરશે. પરંતુ બીજા દિવસે પોતાના સ્કોરમાં ફક્ત બે રન ઉમેરીને તે રનઆઉટ થઈ ગયો.
વેસ્ટઇન્ડીઝ માટે 9મી ઓવર જયડન સીલ્સે ફેંકી હતી. આ ઓવરના બીજા બોલ પર યશસ્વી જયસ્વાલે શાનદાર ડ્રાઇવ શોટ ફટકાર્યો અને તરત જ રન લેવા માટે દોડ્યો. તે લગભગ નોન-સ્ટ્રાઇક એન્ડ પર ઉભેલા શુભમન ગિલ સુધી પહોંચી ગયો હતો. તે સમયે ગિલે હાથથી તેમને રોકવાનો ઇશારો કર્યો. ત્યારબાદ જયસ્વાલ તાત્કાલિક પાછો વળ્યો, પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. ફીલ્ડરે બોલ વિકેટકીપરને ફેંકી દીધી અને વિકેટકીપરે ચોક્કસ ટાર્ગેટ હિટ કરતા સ્ટમ્પની ગિલ્લીઓ ઉડાવી દીધી. જો ગિલે તેમને રોકવાનો ઇશારો કરવા બદલે પોતે દોડ્યા હોત, તો કદાચ રન સરળતાથી પૂરો થઈ જાત અને જયસ્વાલ રનઆઉટ ન થયો હોત, પરંતુ એવું બન્યું નહીં. આ ભૂલ ભારે પડી ગઈ.
યશસ્વી જયસ્વાલ આ પછી ખુબ ગુસ્સામાં દેખાયો અને તેને સમજાતું નહોતું કે ખરેખર શું થઈ ગયું. ત્યારબાદ ગિલ અને જયસ્વાલ વચ્ચે વાતચીત પણ થઈ. ડબલ સદી પૂરી ન કરી શકવાના કારણે જયસ્વાલ ખુબ નિરાશ દેખાયા અને આખા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારબાદ તેઓ માથું ઝુકાવીને ડ્રેસિંગ રૂમ તરફ ચાલ્યો ગયો. તેણે મેચમાં કુલ 258 બોલમાં 175 રન બનાવ્યા, જેમાં 22 ચોગ્ગા સામેલ હતા.
Yashasvi Jaiswal missed out on a double century.
Jaiswal was run out on a personal score of 175. pic.twitter.com/yVcF1WIxtL
— Abhimanyu Indian (@Abhi321997) October 11, 2025
જયસ્વાલના રન આઉટને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. લોકો કેપ્ટન શુભમન ગિલને યશસ્વીના રન આઉટ માટે જવાબદાર ગણી રહ્યાં છે. લોકો પોસ્ટ કરીને ગિલને લાલચી અને સેલ્ફીસ કહી રહ્યાં છે. જો કે વીડિયો સ્પષ્ટ જોઈ શકાય છે. કે જયસ્વાલના રન આઉટમાં ગિલની કોઈ ભૂલ નહોતી. જયસ્વાલે પોતે જ પોતાના રન આઉટ માટે જવાબદાર છે. તેણે જ શોટ ફટકારીને રનનો કોલ કર્યો અને ક્વિક રન લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ક્લિયર જોઈ શકાય છે કે, ત્યાં સિંગલ રન આવે તેમ નહોતો.