ઈન્ડિયા યામાહા મોટર (આઈવાયએમ) પ્રા. લિ. દ્વારા 2025 FZ-S Fi Hybrid મોટરસાઈકલ માટે અમદાવાદમાં મેગા માઈલેજ ચેલેન્જનું આયોજન કરાયું હતું. ઈવેન્ટનું લક્ષ્ય ગ્રાહકોને FZ-S Fi Hybrid ની સ્માર્ટ મોટર જનરેટર (એસએમજી) ટેકનોલોજી અને તેના લાભો દ્વારા પ્રદાન કરાતી આકર્ષક ઈંધણ કાર્યક્ષમતા વિશે માહિતગાર કરવાનું હતું. અધિકૃત ડીલરશિપ્સ- મેસર્સ ગ્લોબલ મોટર્સ, મેસર્સ ચિરનિયા ઓટો, મેસર્સ સ્પીડવે ઓટો, મેસર્સ બીએસ મોટર્સ અને મેસર્સ ધિંગ્રા મોટર્સ સાથે સહયોગમાં આયોજિત આ ચેલેન્જમાં અનુભવ કરવા ઉત્સુક તેમના પરિવારના સભ્યો સાથે યામાહાના ગ્રાહકો તરફથી જબરદસ્ત સહભાગ જોવા મળ્યો હતો.
સ્માર્ટ મોટર જનરેટર (SMG) અને સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ (SSS), ઇંધણની બચતને શ્રેષ્ઠ બનાવે છે અને પરિણામે, ઉત્સર્જન પણ ઘટાડે છે. આ પ્રણાલીઓ શાંત સ્ટાર્ટસ, ઉત્તેજક એક્સિલરેશન માટે ઈલેક્ટ્રિક- આસિસ્ટેડ ટોર્ક અને ફાજલ હોય ત્યારે એન્જિન શટડાઉનની ખાતરી રાખે છે, જેને કારણે આખરે ઈંધણની બચત થાય છે. આ હાઈબ્રિડ ઈનોવેશન રાઈડરોને ખર્ચમાં બચત અને પર્યાવરણીય ફૂટપ્રિંટ ઘટાડવા સાથે લાંબા પ્રવાસ માણવા માટે અનુકૂળતા આપે છે, જેથી હાઈ પરફોર્મન્સ અને કાર્યક્ષમતા ચાહતા પર્યાવરણ સતર્ક ગ્રાહકો માટે તેને આદર્શ પસંદગી બનાવે છે.
ચેલેન્જ શરૂ કરવા માટે યામાહા FZ-S Fi Hybrid મોટરસાઈકલ્સ અમદાવાદમાં એલિસબ્રિજમાં ધ ફર્ન રેસિડેન્સીથી આરંભ કરતાં અને તે જ સ્થળે પરત આવતા 28 કિમી સમર્પિત રુટ પર નીકળવા પૂર્વે ઈંધણથી ભરી દેવાઈ હતી. રુટમાં વિવિધ રાઈડિંગની સ્થિતિઓનો સમાવેશ થતો હતો, જેમ કે, શહેરી રસ્તાઓ, શહેરી ટ્રાફિક અને ખુલ્લા પટ્ટાઓ. આથી સહભાગીઓને બાઈકનું સસ્પેન્શન, મેનુવરેબિલિટી, બ્રેકિંગ, એક્સિલરેશન અને આરંભિક પિક-અપનું મૂલ્યાંકન કરવા માટે ફર્સ્ટ- હેન્ડ તક મળી હતી. સવારી પૂર્ણ કર્યા પછી અને સ્થળ પર પાછા ફર્યા પછી, બાઇકોને તેમના મૂળ સ્તર પર રિફ્યુઅલ કરવામાં આવ્યા, અને માઇલેજની ગણતરી કરવા માટે ઇંધણનો વપરાશ રેકોર્ડ કરવામાં આવ્યો. સહભાગના ભાગરૂપે યામાહાના નિષ્ણાતોએ બહેતર માઈલેજની ખાતરી રાખવા માટે અસરકારક રાઈડિંગ ટેક્નિક્સ અને મેઈનટેનન્સના વ્યવહારો પર ઈનસાઈટ્સનું આદાનપ્રદાન પણ કર્યું હતું.
સરાહનાના ભાગરૂપે દરેક સહભાગીને કોમ્પ્લિમેન્ટરી બાઈક વોશ સાથે ખાસ સુવિનિયર પણ પ્રાપ્ત થયા હતા. ઉપરાંત યામાહાની ગ્રાહક સંતોષ પ્રત્યે કટિબદ્ધતા વ્યાપક 10 મુદ્દાના નિરીક્ષણ થકી નિખરી આવી હતી, જેણે ચેલેન્જ દરમિયાન સર્વ મોટરસાઈકલો માટે મહત્તમ પરફોર્મન્સ અને સેફ્ટીની ખાતરી રાખી હતી.
નીચે ટોચના 5 વિજેતાઓની યાદી આપેલ છે જેમને તેમની સિદ્ધિઓની પ્રશંસામાં ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા:
Winner Customer Name Mileage Achieved
મયુર પટેલ 111.60 KMPL
સંદીપભાઈ 108.07 KMPL
અર્જુન 105.55 KMPL
પાર્થ 100.35 KMPL
વિનાયક 100.24 KMPL
