યુકેમાં પ્રેસ્ટન શહેરમાં ૨૦૨૩-૨૪ માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા અને યુકેમાં સ્થાયી થયેલા યાકુબ પટેલ મેયર તરીકે ચૂંટાયા છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કરનાર યાકુબ પટેલ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે. સ્થાનિક બંધારણ અનુસાર યાકુબ પટેલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષ સ્થાને બિરાજશે અને સમગ્ર કાર્યકાળ દરમિયાન શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઔપચારિક વડા તરીકે ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ભરૂચમાં જન્મેલા યાકુબ પટેલે અંગ્રેજી સાહિત્યમાં મ્છ અને સ્છની ડિગ્રી હાંસલ કરી છે. તેઓ જૂન ૧૯૭૬માં યુકે ગયા હતા અને ૧૯૭૯માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
“હું પ્રેસ્ટનના મેયર બનવા માટે સન્માનિત અને આનંદ અનુભવું છું, જે શહેર મને મારું ઘર કહીને ગર્વ અનુભવું છું. હું આશા રાખું છું કે હું જે સમુદાયોની સેવા કરું છું તેમાં સકારાત્મક ફેરફારો લાવી શકીશ અને આગામી વર્ષ માટે મારી મેયરલ સખાવતી સંસ્થાઓ દ્વારા વધારાનો ટેકો પૂરો પાડીશ” મેયર તરીકે પદ સાંભળ્યા બાદ યાકુબ પટેલે આ નિવેદન આપ્યું હતું. નવી જવાબદારી પહેલા યાકુબ પટેલ મે ૨૦૨૨ થી શહેરના ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી રહ્યા હતા. લાંબા સમયથી સેવા આપતા કાઉન્સિલર નાગરિક ફરજો નિભાવી રહ્યા છે અને ઉનાળામાં તત્કાલિન મેયરની સાથે શાહી પરિવારની મુલાકાતનું પણ આયોજન કર્યું હતું.ગુજરાતના ભરૂચમાં જન્મેલા પટેલે ૪ જુલાઈ ૨૦૦૯ના રોજ નોકરીમાંથી વય નિવૃત થયા તે પહેલા રેવન્યુ ઈન્સ્પેક્ટર, ટ્રાફિક ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ચીફ, ચીફ ઈન્સ્પેક્ટર અને ઓપરેશન્સ મેનેજર તરીકેની ફરજ નિભાવી હતી. તેઓ નાનપણની ઉંમરથી રાજકારણમાં રસ ધરાવતા હતા. તેમના સ્વર્ગસ્થ પિતા માટે તેઓ રાજકીય પત્રિકાઓના પ્રચાર અને પ્રસાર કરતાંત્યાર્થી તેમને રાજકારણમાં રસ પડ્યો હતો. યુએબ પટેલના પિતા કોંગ્રેસ પક્ષના મજબૂત સમર્થક અને સભ્ય હતા.
તેઓ પ્રથમ વખત ૧૯૯૫ માં એવેનહામ વોર્ડ માટે લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઇતિહાસમાં પ્રથમ મુસ્લિમ કાઉન્સિલર હતા. વધુમાં પટેલ ૨૦૦૧-૨૦૦૯ દરમિયાન પ્રેસ્ટન વેસ્ટ ડિવિઝન માટે લેન્કેશાયર કાઉન્ટી કાઉન્સિલર તરીકે પણ ચૂંટાયા હતા. નવા મેયર સ્થાનિક સમુદાયના સક્રિય સભ્ય પણ છે અને પ્રેસ્ટન જામી મસ્જિદ અને પ્રેસ્ટન મુસ્લિમ બ્રીયલ સોસાયટી માટે સહ-પસંદ કરેલ સભ્ય તરીકે સેવા આપે છે.તે ફ્રેન્ચવુડ કોમ્યુનિટી પ્રાઈમરી સ્કૂલ માટે શાળાના ગવર્નર છે. રોઝમેયર કેન્સર, પ્રેસ્ટન ડોમેસ્ટિક વાયોલન્સ સર્વિસીસ અને ઈમાઉસ ૨૦૨૩-૨૪ માટે પટેલની મેયરલ ચેરિટીઝ હશે.