અમદાવાદ : ભારતના પ્રથમ પ્રગતિશીલ રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ Yes2Broker એ (જે Y2B તરીકે પણ લોકપ્રિય છે) તેની રાજ્યવ્યાપી પહોંચને વધારવા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સમાવેશક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી વિવિધ વ્યૂહાત્મક અને મહિલા-કેન્દ્રિત પહેલની જાહેરાત કરી છે. તેના લાંબા ગાળાના વિઝનના ભાગરૂપે Y2B એક સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ રજૂ કરી રહી છે જે પ્રોત્સાહનો, ઉદ્યોગસાહસિકતાની તકો તથા કૌશલ્ય વિકાસને એક સાથે લાવે છે. આ પ્રોગ્રામ આ ક્ષેત્રમાં વધુ પારદર્શકતા તથા આધુનિકીકરણ માટે ઉત્પ્રેરક તરીકેનું કંપનીનું સ્થાન મજબૂત કરે છે.
આ વિવિધ પહેલની રજૂઆતનું મુખ્ય આકર્ષણ છે #Yes2Her કેમ્પેઇન, જે મહિલાઓને પ્રોપર્ટીની માલિકી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલ હેઠળ મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદતા ગ્રાહકો રૂ. 1,00,000ના ખાતરીપૂર્વકના કેશબેક માટે લાયક ઠરશે. પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતા Y2B મહિલાઓને ચેનલ પાર્ટનર્સ તરીકે ઓનબોર્ડ કરવા માટે દેશવ્યાપી પ્રોગ્રામ લોન્ચ કરી રહી છે જેનો ઉદ્દેશ્ય રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભારતના સૌથી મોટા મહિલા સંચાલિત સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ પૈકીના એકની રચના કરવાનો છે. આ પ્રયાસોથી મોટા મેટ્રો શહેરો તથા ઉચ્ચ સંભાવના ધરાવતા ઉભરતા બજારોમાં કંપનીની હાજરીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
ખાતરીપૂર્વકના કેશબેક ઉપરાંત ભારતમાં પ્રોપર્ટીની માલિકી ધરાવતી મહિલાઓને વિવિધ સરકારી અને નાણાંકીય લાભો પણ મળે છે જેનાથી આ પહેલ વધુ વળતરદાયક બને છે. અનેક રાજ્યોમાં મહિલાઓ માટે સ્ટેમ્પ ડ્યૂટીના દરો નીચા હોય છે જેના લીધે પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સારી એવી બચત થાય છે. ઘણીવાર મહિલાઓ હોમ લોનના નીચા વ્યાજ દરો માટે પણ લાયક ઠરે છે જેનાથી પ્રોપર્ટીની માલિકીનો એકંદરે ખર્ચ ઓછો આવે છે. આ ઉપરાંત મહિલાના નામ પર નોંધાયેલી પ્રોપર્ટીઝ માટે કરવેરાના લાભો પણ ઉપલબ્ધ છે જેનાથી લોનના વ્યાજની ચુકવણી પર નોંધપાત્ર કપાતો મળે છે. પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) જેવી યોજનાઓ હેઠળ મહિલા સહ-માલિકો સબસિડી તથા વ્યાજમાં લાભ માટે લાયક ઠરે છે જેનાથી નાણાંકીય સમાવેશકતા તથા ઘરની માલિકી વધુ મજબૂત બને છે.
આ ભવિષ્ય-લક્ષી પહેલ અંગે Y2B ના CEO. રજની અસારી એ જણાવ્યું હતું કે કંપની પારદર્શકતા, વ્યવસાયીપણા અને સમાન તકોના આધાર પર એક પ્રગતિશીલ ઇકોસિસ્ટમ બનાવવા માટે ગહનપણે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓ ભારતના રિયલ એસ્ટેટ ઉદ્યોગના ભવિષ્યને નવો આકાર આપવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે અને Y2B આ પ્રયાસોનું નેતૃત્વ કરતા ગર્વ અનુભવે છે જે મહિલાઓમાં સહભાગિતા, માલિકી અને ઉદ્યોગસાહસિકતાની વૃદ્ધિને મજબૂત બનાવશે.
આ બાબતે વધુ ઉમેરતા Y2Bની Co-founder સુગંધા સાયલે જણાવ્યું કે #Yes2Her જેવા સુવ્યવસ્થિત કાર્યક્રમો દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાથી માત્ર આર્થિક સ્વતંત્રતા જ નહીં, પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવા નેતૃત્વ અને વિશ્વાસનો પણ વિકાસ થશે।
તેના સતત વધી રહેલા ભાગીદારોને સફળતા મળે તે માટે Y2B ઉદ્યોગ સાથે સંલગ્ન હોય તેવી ટ્રેનિંગ રજૂ કરી રહી છે જેમાં રિયલ એસ્ટેટની પાયાની બાબતો, વેચાણ અને વાટાઘાટોની તકનીકો, બજાર પ્રક્રિયાઓ, પ્રોફેશનલ સર્ટિફિકેશન અને સતત માર્ગદર્શન જેવી બાબતો સમાવિષ્ટ છે. આ મોડ્યુલ્સ થકી કંપનીનું લક્ષ્ય કુશળ, સાતત્યપૂર્ણ અને પર્ફોર્મન્સ આપનારા એવા કર્મચારીઓ તૈયાર કરવાનું છે જેઓ આજના સ્પર્ધાત્મક અને સતત વિકસી રહેલા રિયલ એસ્ટેટના માહોલમાં આગળ વધવા માટે સક્ષમ હોય. ચેનલ પાર્ટનર્સને વેરિફાઇડ પ્રોપર્ટી ઇન્વેન્ટ્રી અને ક્વોલિફાઇડ બાયર લીડ્સની એક્સેસ પણ મળશે જેનાથી ઓપરેશનલ કાર્યક્ષમતા વધશે તથા વધુ સારા વેચાણો હાંસલ કરવા માટે તેમને મદદ મળશે.
ક્ષમતા નિર્માણ ઉપરાંત Y2B નું મોડલ મહિલાઓને પોતાના વ્યવસાયિક એકમો સ્થાપવા અને બ્રોકરેજ આધારિત આવક મેળવવામાં મદદ કરીને તેમને નાણાંકીય સ્વતંત્રતા મેળવવા ટેકો પણ આપે છે. આ અભિગમથી ઉદ્યોગસાહસિકતા મજબૂત બને છે અને ઉદ્યોગમાં ટકાઉ આજીવિકામાં યોગદાન મળે છે.
આવી પહેલ સાથે Yes2Broker નું લક્ષ્ય સોદાની પારદર્શકતા વધારે, પાર્ટનર નેટવર્ક મજબૂત બનાવે, મહિલાઓની આગેવાની હેઠળ સહભાગિતાને સશક્ત કરે તથા સમગ્ર ભારતમાં ઉચ્ચ વૃદ્ધિને આગળ ધપાવે તેવા આધુનિક, વિશ્વસનીય અને સમાવેશક પ્લેટફોર્મ તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત બનાવવાનું છે.
