સ્માર્ટફોન બ્રાન્ડમાં નંબર વન શાઓમી ઇન્ડિયાએ આજે ‘મેક ઇન ઇન્ડિયા’ પરત્વેની પોતાની પ્રતિબદ્ધતાને ફરી દોહરાવતા ફ્લેક્સ લિમીટેડ સાથેની ભાગીદારીમાં ભારતમાં સાતમી ઉત્પાદન સવલત સ્થાપવાની આજે જાહેરાત કરી છે.
શાઓમી ઇન્ડિયાના ચિફ માર્કેટિંગ ઓફિસર અનુજ શર્માએ રેડમિ ગોના લોન્ચ પ્રસંગે જણાવ્યું હતું કે, “૫ ઇંચ એચડી ડીસ્પ્લે અને ૩૦૦૦mAh બેટરી સાથે સ્નેપડ્રેગનtm ૪૨૫ પ્રોસેરથી સજ્જ અમારો તદ્દન નવો એન્ડ્રોઇડ ઓરિયો (ગો એડિશન) લોન્ચ કરતા અમે રોમાંચ અનુભવીએ છીએ. આ બાબત રેડમિ ગોને ભારતમાં હજુ સુધી ઇન્ટરનેટ વર્લ્ડમાં પ્રવેશ કર્યો નથી તેવા કરોડો ઉપભોક્તાઓ વચ્ચે એક સેતુ બનાવે છે..
શાઓમી ઇન્ડિયાના ચિફ ઓફરેટિંગ ઓફિસર શ્રી મુરલીક્રિશ્નન બીએ જણાવ્યું હતું કે “શાઓમી ખાતે અમારા પ્રયત્નો મુખ્ય વિચારધારા – દરેક માટે નવીનીકરણ પર આધારિત છે. આ માન્યતાને હૃદયથી સ્વીકારીને અમે ભારતમાં અમારા ઉપભોક્તાઓ માટે નવીન એમઆઇ પે સર્વિસીઝ શરૂ કરી છે. એમઆઇ પે ઉપભોક્તાઓની વિવિધ પ્રકારની ચૂકવણીની જરૂરિયાતોના આખરી ઉકેલ તરીકેની ગરજ સારે છે, આમ શાઓમીના કરોડો યૂઝર્સને ડીજીટલ પેમેન્ટમાં ઍક્સેસ દ્વારા સક્ષમ બનાવ્યા છે. આમ દરેક સ્માર્ટફોન્સમાં અંતરાયમુક્ત અનુભવ પૂરો પાડતા એક ઇક્વીલાઇઝર તરીકેનું કામ કરીએ છીએ.
વધુમા શાઓમીએ પોતાના સ્માર્ટફોન પોર્ટફોલિયોમાં રેડમિ ગોનુ નવુ ઉમેરણ પણ કર્યું છે. આક્રમક પ્રાઇસ ટેગ સાથે રેડમિ ગો એન્ટ્રી લેવલના સ્માર્ટ ફોનમાં સુંદર ફોન છે.
આ ઉપરાંત શાઓમીએ પોતાની યુપીઆઇ પેમેન્ટ સોલ્યુશન એપ એમઆઇ પેની પણ ભારતમાં શાઓમીના કરોડો યૂઝર્સ માટે જાહેરાત કરતા તેમને ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન્સમાં પ્રવેશ મળશે.
રેડમિ ગોઃ ૪જી દરેકના માટે સ્માર્ટફોન છે
ક્વાડ કોર ક્વોલરકોમ® સ્નેપડ્રેગન™ ૪૨૫ પ્રોસેસરની સાથે ૧જીબી રેમ એન્ડ્રિડ ઓરિયો (ગો એડિશન) સાથે સ્માર્ટફોન સજ્જ છે જે દરેક તરબોળ અનુભવ પૂરો પાડે છે. યૂઝર્સ શાર્પ અને વિગતવાર ફોટો લઇ શકે છે અને ૮ એમપી રિયર કેમેરાનો ઉપયોગ કરીન ફુલ એચડી રિસોલ્યુશનમાં વીડિયો રેકોર્ડગ કરી શકે છે, જ્યારે ફ્રંટમાં ૫ એમપી સેન્સર સુંદર સેલ્ફી લેવામાં મદદ કરે છે. ૫ ઇંચ (૧૨.૭સેમી) એચડી ટચસ્ક્રીન ડીસ્પ્લે (૧૨૮૦ x ૭૨૦p) ચળકાટવાળા અને વિવિધ કલર્સનું સર્જન કરે છે, જ્યારે રેડમિ ફોન દરેક હાથોમાં સમાઇ જાય તેમ હેન્ડી બની રહે તેની પણ ખાતરી કરવામાં આવી છે.
૧જીબી રેમ અને ૮ જીબી ઓન બોર્ડ સ્ટોરેજ સાથે રેડમિ ગો ડ્યૂઅલ સિમ સાથે ૪જી VoLTE માટે સપોર્ટ પૂરો પાડે છે અને સમર્પિત માઇક્રો એસડી કાર્ડ ૧૨૮ જીબી કાડ્ર્ઝ સાથે પણ કામ કરી શકે છે. આ તમામ ૩૦૦૦mAh બેટરી દ્વારા સજ્જ છે, જે શાઓમી પાસેથી એમઆઇના ચાહકો ઇચ્છા રાખે છે તેવી બેટરી લાઇફ પૂરી પાડે છે.
રેડમિ ગોનું બ્લ્યુ અને બ્લેક કલરમાં રૂ. ૪૪૯૯ના ભાવે ૨૨ માર્ચથી બપોરના ૧૨ વાગ્યાથી દરેક એમઆઇના સ્ટોર્સ, ફિ્લપકાર્ટ અને એમઆઇ હોમ સ્ટોર્સ પર ઉપલબ્ધ બનશે. યૂઝર્સને ૧૦૦જીબી* જિયોના ડેટા ફ્રી સાથે રૂ. ૨,૨૦૦ સુધીની કેશબેક પણ મળશે.
“ખરેખર પ્રમાણિક કિંમતે ઓફર કરાયેલ અતુલ્ય ગુણવત્તાના નવીન ફીચર્સ સાથે સજ્જ રેડમિ ગો ભારતભરના વ્યક્તિગતોને તેમની આંગળીના ટેરવે સંપૂર્ણ સ્માર્ટ ટેકનોલોજી અનુભવને માણવા માટે સક્ષમ કરે છે.”
એમઆઇ પેઃ ચૂકવણીનો સરળ વિકલ્પ
શાઓમીએ આજે તેની એમ આઇ પે એપને પણ સત્તાવાર રીતે લોન્ચ કરી હતી, જે ભારતમાં એમઆઇયુઆઇના કરોડો યૂઝર્સ માટે ચૂકવણીનો સરળ વિકલ્પ છે. ગ્રાહકોની ચૂકવણીની જરૂરિયાત માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકેની ગરજ પૂરી પાડતા એમઆઇ પે મુખ્યત્વે યુપીઆઇ આધારિત એપ્લીકેશન છે, તેમજ શાઓમીના એસએમએસ, કોન્ટેક્ટ્સ, સ્કેનર, એપ વોલ્ટ અને સેટ્ટીંગ્સમાં એમઆઇયુઆઇ ઇન્ટરફેસમાં ગાઢ રીતે સંકલિત છે. આઇસીઆઇસીઆઇ બેન્ક એમઆઇ પે માટે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર છે. ઉપભોક્તા ૧૨૦થી વધુ બેન્કો અને ૧૨૦થી વધુ બીલર્સને યુપીઆઇ અને અન્ય ડેબિટ કાર્ડઝ, ક્રેડિટ કાર્ડઝ અને ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકે છે.
આ સર્વિસ વિવિધ યુટીલિટી બીલ્સની ચૂકવણી કરવા માટે પણ મંજૂરી આપશે જેમાં ફોન બીલ્સથી લઇને ફોન રિચાર્જીસ, પાણી અને વીજ બીલ ચૂકવણીનો સમાવેશ થાય છે, જે શાઓમીના યૂઝર્સ માટે ભારે સરળ બનાવશે. એમઆ પે યુપીઆઇને મલ્ટી બેન્ક એપીઆઇ મોડેલ હેઠળ માન્યતા આપવામાં આવી છે અને તેનું ઝ્રઈઇ્-ૈંદ્ગ પેનલ પરના ઓડીટર્સ ઇએન્ડવાય અને લ્યુસિડીયસ દ્વારા ઓડીટ કરવામાં આવ્યું છે. એમઆઇ પે અત્યંત સુરક્ષિત અને સલામત વ્યવહાર પૂરો પાડે છે જેમાં દરેક ડેટાને એનક્રિપ્ટેડ ફોરમેટમાં ભારતીય સર્વર્સમાં સ્ટોર કરવામાં આવે છે.
ફ્લેક્સ સાથે મેક ઇન ઇન્ડિયા પરત્વે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા
શાઓમીએ પોતાના સાતમી સ્માર્ટફોન ઉત્પાદન સવલત સાથે મેક ઇન ઇન્ડિયા પરત્વેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પ્લાન્ટ ફ્લેક્સ લિમીટેડ સાથેની ભાગીદારીમાં સ્થાપવામાં આવ્યો છે, જે સમગ્ર ભારતમાં ૧ મિલીયન ચોરસ ફૂટથી વધુની હાજરી ધરાવે છે. શાઓમીનો ફ્લેક્સ સાથે પ્લાન્ટ તામિલનાડૂમાં આવેલો છે. શાઓમી ર્હ્લંઠર્ઝ્રંદ્ગદ્ગ, ફ્લેક્સ એન્ડ હાઇપેડ સાથે ભાગીદારીમાં ચાર કેમ્પસીસ ધરાવે છે. શાઓમીના ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ વિશે નીચે થોડી માહિતી આપી છે.
- શાઓમી હવે ઓપરેટિંગ કલાકો દરમિયાન સેકંડ દીઠ ૩ સ્માર્ટફોન સુધીની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
- હાલમાં ૯૯ ટકા શાઓમીના ભારતમાં બનેલા સ્માર્ટફોન્સ સ્થાનિક ધોરણે વેચાય છે.
- આ સાત સ્માર્ટફોન ઉત્પાદન પ્લાન્ટસમાં, ૨૦,૦૦૦ ઓપરેટર્સને રોજગારી આપવામાં આવે છે, જેમાંથી ૯૫ ટકા મહિલા કર્મચારી છે.
- શાઓમી ભારતમાં કોમ્પોનન્ટ ઇકોસિસ્ટમ પણ લાવી રહ્યું છે. કુલ સ્માર્ટફોન્સમાંથી ૬૫ ટકા સ્થાનિક ધોરણે મેળવવામાં આવે છે, જે કંપનીની મોટી સ્થાનિકીકરણની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે.
- વધુમાં, સ્માર્ટફોન્સના ચાર્જર્સ, યુએસબી કેબપલ્સ અને બેટરીઝ પણ ૧૦૦ ટકાના ધોરણે મેળવવામાં આવે છે.
કંપનીએ વધુમાં એમઆઇ પાવર બેન્કનું સ્થાનિક ધોરણે ઉત્પાદન કરવા માટે ટીડીકે ગ્રુપની નેવિટાસિસ ઇન્ડિયા પ્રાયવેટ લિમીટેડ સાથે પણ ભાગીદારી કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ફ્લેક્સ લિમીટેડ સાથે નવી ઉત્પાદન સવલત અંગે જાહેરાત કરતા પણ આનંદ અનુભવીએ છીએ, જે મેક ઇન ઇન્ડિયા તરફની અમારી પ્રમાણિક પ્રતિબદ્ધતા છે, આ નવી ભાગીદારી અમારા સ્થાનિકીકરણ પ્રયત્નોને વધુ વેગ આપશે, તેમજ સ્થાનિક રીતે તેની ડિઝાઇન કરવામાં આવે અને ભારતમાં અમારા એમઆઇના ચાહકોને ઉચ્ચ ગુણવત્તાના શ્રેષ્ઠ અવલોકનો સાથે સ્થાનિક રીતે ડિઝાઇન કરીએ અને અમારી પ્રોડક્ટ ઓફર કરીએ તેની ખાતરી રાખીશું.”