ભારતની નંબર વન સ્માર્ટફોન બ્રાન્ડ શાયોમીએ દેશમાં રેડમી નોટ 6 પ્રો રજૂ કર્યો છે. તેમાં બે દિવસીય બેટરી છે કે જેના માટે રેડમી સ્માર્ટફોન જાણીતા છે અને તેમાં પ્રથમવાર એઆઈ પાવર્ડ ક્વોડ કેમેરા અનુભવનો ઉમેરો પણ આ સેગમેન્ટમાં કરાયો છે. રેડમી નોટ 6 પ્રો રેડમી નોટ 5 પ્રો પછીનું વર્ઝન છે, જે ભારતમાં જુલાઈ 2018ના કેનેલિસના રિપોર્ટ અનુસાર નંબર-1 ડ્યુઅલ કેમેરા સ્માર્ટફોન બની રહ્યો છે. રેડમી નોટ 5 સિરીઝમાં, ફેબ્રુઆરી 2018માં લોન્ચ થયા પછી માત્ર 4 મહિનામાં તેના વેચાણનો આંકડો પાંચ મિલિયન યુનિટ્સને પાર કરી ગયો છે.
શાયોમી ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અનુજ શર્માએ કહ્યું હતું, ‘રેડમી નોટ ભારતમાં મજબૂત વારસો છેલ્લા કેટલાક વર્ષોથી ધરાવે છે અને એ સાથે રેડમી નોટે ઈન્ડસ્ટ્રીમાં સીમાચિહ્નો સ્થાપ્યા છે. અમે સમગ્રપણે સ્માર્ટફોન અનુભવમાં સુધારો કર્યો છે અને બેટરી, કેમેરા કે પર્ફોર્મન્સની વાત હોય અમે દરેક જનરેશનમાં સૌથી ઉત્તમ આપવાનો પ્રયાસ કર્યો છે. રેડમી નોટ 6 પ્રો તેના બેસ્ટસેલિંગ રેડમી નોટ 5 પ્રોમાં અર્થપૂર્ણ અપગ્રેડ્સ આપે છે અને અમને આશા છે કે મી ફેન્સ શાયોમની ખરેખર ઈનોવેટિવ પ્રોડક્ટનો આનંદ માણી શકશે.’
રેડમી નોટ 6 પ્રો-ક્વોડ કેમેરા, બે દિવસીય બેટરી
તેમાં એઆઈ-પાવર્ડ ક્વોડ કેમેરા સેટઅપ અને 4000એમએએચની બે દિવસ ચાલે એવી બેટરી છે જે ક્વોલકોમ ક્વીક ચાર્જ 3.0 સપોર્ટ ધરાવે છે. હાઈ સ્પીડ એલપીડીડીઆર4એક્સ રેમ સાથે રેડમી નોટ 6 પ્રો સક્ષમ સેટએપ ધરાવે છે.
એકદમ નવીનતમ સેલ્ફી અનુભવ માટે, રેડમી નોટ 6 પ્રોના 20એમપી+2એમપી એઆઈ ડ્યુઅલ કેમેરા કે જે ફ્રન્ટ સાઈડ છે તે તમને લાઈવ પોર્ટ્રેઈટ પ્રિવ્યુઝ સાથે સરળતાથી પોર્ટ્રેઈટ ફોટો લેવાની સુવિધા આપે છે. 12એમપી+2એમપી એઆઈ ડ્યુઅલ કેમેરા સેટઅપ કે જે રિયર સાઈડ છે તે 1.4µm પિક્સલ રિઝલ્ટ આપે છે જેનાથી ક્લિયર અને ક્રિસ્પ ઈમેજીસ ઓછા પ્રકાશમાં પણ લઈ શકાય છે. ફ્રન્ટ અને રિયર કેમેરા એમ બંને સાઈડ પોર્ટ્રેઈટ મોડ સાથે શાયોમીનો નવો એઆઈ પોર્ટ્રેઈટ મોડ 2.0 રેડમી નોટ 6 પ્રોને ખરેખર અદભૂત ક્વોડ કેમેરા બનાવે છે. નવા અને રિફાઈન્ડ એઆઈ પોર્ટ્રેઈટ મોડ 2.0 દ્વારા તમે ડાયનેમિક બોકેહ ઈફેક્ટ અપ્લાઈ કરી શકો છો, જેમાં લાઈટ ટ્રેઈલ્સ અને સ્ટુડિયો લાઈટીંગ વગેરે સામેલ છે.
રેડમી નોટ 6 પ્રો 6.26” એફએચડી + આઈપીએસ ડિસ્પ્લે 19:9 આસ્પેક્ટ રેશિયો ધરાવે છે જે કોર્નિંગ ગોરિલા ગ્લાસ સાથે આવે છે જેનાથી ડિસ્પ્લે સુરક્ષિત રહી શકે છે. 500-નીટ મેક્સિમમ બ્રાઈટનેસ અને 1500:1 કોન્ટ્રાસ્ટ રેશિયો સાથે તે અદભૂત વિઝ્યુઅલ્સ ડિલિવર કરે છે જેમાં તમે વીડિયો જોઈ શકો છો અને ગેમ્સ રમી શકો છો.
અર્ગનોમિક ડિઝાઈનના લીધે રેડમી નોટ 6 પ્રો ઉત્તમ હેન્ડ ફીલ અનુભવ આપે છે અને આંખને ગમી જાય તેવો છે. ઓલરાઉન્ડ પેકેજ 2+1 હાઈબ્રિડ સ્લોટ ધરાવે છે જેનાથી સરળ મેમરી વિસ્તરણ અને કેરિયર સિલેક્શન થઈ શકે છે. ડ્યુઅલ VoLTE માટેના સપોર્ટથી તમે કનેક્ટિવિટી ઉત્તમ રીતે પ્રાપ્ત કરી શકો છો.
રેડમી નોટ 6 પ્રોમાં એન્ડ્રોઈડ ઓરિયો પર આધારિત એમઆઈયુઆઈ 10 સામેલ છે. એમઆઈયુઆઈ 10 દ્વારા રેડમી નોટ 6 પ્રો બેટરી લાઈફમાં બમ્પ આપે છે તેમજ તેની વિશેષતાઓમાં વાઈફાઈ પાસથ્રૂ (તમારા ફોનને વાઈફાઈ રિપિટર બનાવે છે) આપે છે અને સંપૂર્ણપણે હાલના મેન્યુને બદલવામાં આવ્યું છે કે જેનાથી ઉપલબ્ધ સ્ક્રીન સ્પેસનો ઉત્તમ ઉપયોગ થઈ શકે છે.
રેડમી નોટ 6 પ્રો બ્લેક, રોઝ ગોલ્ડ, બ્લુ અને રેડ કલર્સમાં ઉપલબ્ધ છે, જે 4 જીબી+64 જીબી અને 6 જીબી + 64 જીબી વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
રેડમી નોટ 6 પ્રો 4જીબી+64જીબીની કિંમત રૂ. 13999 અને 6જીબી+64જીબી વેરિઅન્ટની કિંમત રૂં. 15999 છે.
ઈતિહાસમાં પ્રથમવાર, રેડમી નોટ 6 પ્રો બ્લેક એમઆઈ.કોમ, ફ્લિપકાર્ટ અને એમઆઈ હોમ પર લોન્ચ પછી ફ્રાઈડે સેલમાં એક દિવસ માટે 23 નવેમ્બર, 2018ના બપોરે 12 વાગ્યાથી સામેલ થશે જેમાં 4જીબી+64જીબી વેરિએન્ટ રૂ. 12999માં અને 6જીબી + 64જીબી વેરિઅન્ટ રૂ. 14999માં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત પણ સરપ્રાઈઝ સેલ 23 નવેમ્બરે છે અને તેની વિગત બપોરે 12 વાગ્યે એ જ દિવસે આપવામાં આવશે.
રેડમી નોટ 6 પ્રોના બંને વેરિઅન્ટમાં એચડીએફસી ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી પર રૂ. 500નું ડિસ્કાઉન્ટ અને બ્લેક ફ્રાઈડે સેલ પર ઈએમઆઈ માટે માન્ય રહેશે.
જ્યારે રિલાયન્સ જિયો રૂ. 2400 કેશબેક તથા 6 ટીબી સુધીનો જિયો 4જી ડેટા ઓફર કરશે.