અમદાવાદ: દેશની સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન X AIoT બ્રાન્ડ, શાઓમી ઈન્ડિયાએ આજે રેડમી 14C 5G ની વૈશ્વિક લોન્ચની જાહેરાત કરી છે, આ બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં ફરીથી નવીનતા લાવે છે. આ ફોનમાં અદ્યતન સુવિધાઓ, સીમલેસ પર્ફોર્મન્સ અને અત્યંત ફાસ્ટ 5G કનેક્ટિવિટી સાથે, રેડમી 14C 5G ભારતીય ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવી છે. રેડમી 14C 5G નું લોન્ચિંગ રેડમી Note 14 5G સિરીઝની નોંધપાત્ર સફળતા દ્વારા પૂરક છે, અને ભારતમાં માત્ર બે અઠવાડિયામાં જ આવકમાં ₹1000 કરોડ સાથે એક અવિશ્વસનીય સીમાચિહ્ન મેળવ્યું છે અને આ રકમ તેના ગ્રાહકોના અતૂટ વિશ્વાસ અને પ્રેમની સાબિતી છે.
રેડમી 14C 5G નવીનતા સાથે સુવિધા આપે છે. તેમાં 17.5 સેમી (6.88-ઇંચ) HD+ ડોટ ડ્રોપ ડિસ્પ્લે જેમાં 600 nits ની ટોચની બ્રાઇટનેસ પણ છે, જે વાઇબ્રન્ટ અને ઇમર્સિવ વિઝ્યુઅલ દર્શાવે છે પછી ભલે તે સ્ટ્રીમિંગ, ગેમિંગ અથવા બ્રાઉઝિંગ હોય. સ્નેપડ્રેગન 4 જનરેશન2 5G પ્રોસેસર દ્વારા સંચાલિત, 4nm આર્કિટેક્ચર સાથેનું આ ઉપકરણ તેના શ્રેષ્ઠ કાર્યક્ષમતા અને પ્રદર્શનની ગેરંટી આપે છે. 12GB RAM (6GB + 6GB એક્સ્પાંડેબલ) અને 128GB UFS 2.2 સ્ટોરેજ સાથે, તે મલ્ટિટાસ્કિંગ, ગેમિંગ અને એપ્લિકેશન નેવિગેશન માટે સરળતાથી કામ કરે છે. આ સાથે તેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ 1TB સુધી વધુ સ્ટોરેજને સપોર્ટ કરે છે, અને તમારી તમામ જરૂરિયાતો માટે પૂરતી જગ્યા આપે છે.
કિંમત
રેડમી 14C 5G 10 જાન્યુઆરી, 2025 થી Mi.com, Amazon.in, Flipkart અને અધિકૃત Xiaomi રિટેલ ભાગીદારો પર ઉપલબ્ધ થશે અને તેની કિંમત 4GB + 64GB વેરિઅન્ટ માટે INR 9,999, 48GB + 48GB માટે INR 10,999 અને 6GB + 128GB વેરિઅન્ટ માટે INR 11,999 હશે.
રેડમી 14C 5G માં 50MP AI ડ્યુઅલ-કેમેરા સિસ્ટમ છે જે વપરાશકર્તાઓને કોઈપણ પ્રકારની લાઇટિંગ સ્થિતિમાં વાઇબ્રન્ટ અને સ્પષ્ટ ફોટા કેપ્ચર કરવાની સુવિધા આપે છે, સાથે તે 18W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે અને તેની 5160 mAh બેટરી તમને સમગ્ર દિવસ દરમિયાન ફોનના સતત વપરાશમાં કામ આપે છે. Android 14 પર આધારિત શાઓમી હાઈપર OS દ્વારા સંચાલિત આ ઉપકરણ વધુ સમયગાળા સાથે વિશ્વસનીયતા આપે છે, અને બે વર્ષ માટે Android અપડેટ્સ અને સુરક્ષા અપડેટ્સ માટે ચાર વર્ષ સાથે સરળ, સાહજિક વપરાશકર્તા ઇન્ટરફેસ પ્રદાન કરે છે.
તાજેતરમાં જ લૉન્ચ થયેલ રેડમી Note 14 5G સિરીઝ તેના નવીનતા, પ્રદર્શન અને ડિઝાઇનના અપ્રતિમ પ્રદર્શન સાથે મિડ-રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં તેની શ્રેષ્ઠતાને ફરીથી સાબિત કરે છે. રેડમી Note 14 Pro 5G સિરીઝ, આ સેગમેન્ટના સૌથી ટકાઉ સ્માર્ટફોન છે, જે (ગોરીલા) Gorilla® ગ્લાસ Victus® 2, IP69 સપોર્ટ અને અત્યાધુનિક સોલિડ ઈલેક્ટ્રોલાઈટ બેટરી ટેક્નોલોજી સાથે બેન્ચમાર્ક સેટ કરે છે, જે લાંબા આયુષ્ય અને સલામતીની ખાતરી આપે છે. આ સાથે રેડમી Note 14 5G સેગમેન્ટમાં સૌથી તેજસ્વી 120Hz AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે કોઈપણ પ્રકારના પ્રકાશમાં વાઇબ્રન્ટ વિઝ્યુઅલ્સ પ્રદાન કરે છે, અને 50MP સોની LYT-600 કેમેરા સેટઅપ, તમને દરેક વખતે અદભૂત, અને સ્પષ્ટ ફોટો શોટ્સ આપે છે.
આ રીતે રેડમી Note 14 5G સિરીઝ અને રેડમી 14C 5G બધા ગ્રાહકો માટે તેની અદ્યતન કામગીરી અને ડિઝાઇન સાથે શાઓમી ઇન્ડિયાની મોબાઈલની દુનિયામાં નવીનતા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.