વૈશ્વિક ટેકનોલોજી લીડર શાઓમીના નવા સબ-બ્રાન્ડ, પોકો (પીઓસીઓ)નો શુભારંભ થયો. તેનો હેતુ ખરેખર મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાનો છે. શાઓમીની અતિશય અનુભવી ટીમ દ્વારા નિર્મિત પોકો કોઇ ઝાકમઝાળ શોખીન ઉચ્ચતમ પરફોર્મેન્સ દ્વારા સ્માર્ટફોનના અનુભવની નવી પરિભાષા આપવાના છે. તેના બ્રાન્ડ મિશન આજે પ્રસ્તુત સૌથી પહેલા સ્માર્ટફોન પોકો એફ-૧માં સમાહિત છે જે અવિશ્વસનીય તેજી અને શક્તિનો બેમિસાલ અનુભવ આપે છે. તેમાં મુખ્ય ક્વાલકોમ સ્નેપડ્રેગન ૮૪૫ પ્લેટફોર્મ, ઉદ્યોગમાં મુખ્ય લિÂક્વડકૂલ ટેકનોલોજીની કૂલિંગ સિસ્ટમ, ૮ જીબી સુધીની રેમ અને ૨૫૬ જીબી યૂએફએસ ૨.૧ સ્ટોરેજ ક્ષમતા, તથા લાંબા સમય સુધી ચાલવાવાળી ૪૦૦૦ એમએએચ બેટરી લાગી છે. શકિતનો આ અદ્ભૂત ખજાનો અત્યંત આકર્ષક કિમત પર ઉપલબ્ધ હશે. આ ભારતમાં ૨૯ ઓગસ્ટથી ૨૦૯૯૯ રૂપિયામાં મળશે અને તેના પછી ધીમે-ધીમે દુનિયાભરમાં ઉપલબ્ધ થશે.
પોકો ગ્લોબલના હેડ ઓફ પ્રોડક્ટ, જય મણીએ જણાવ્યું કે, “પોકોનો મતલબ ‘થોડુંક’ છે- અમે નાની શરૂઆત અને મોટા સપનામાં વિશ્વાસ કરીએ છીએ. શાઓમીની અંદર એક નાની સંસ્થાન પોકોને કામચલાઉ શરૂઆતની સાથે મહત્વપૂર્ણ ઉત્પાદ વિકલ્પો અને પ્રોદ્યોગિકી પર ધ્યાન આપવાની આઝાદી છે. એજ કારણથી અમે એક એવો સ્માર્ટફોન તૈયાર કર્યો છે જે અવિશ્વસનીય પરફોર્મન્સ આપે છે અને વાસ્તવમાં મહત્વપૂર્ણ મુખ્ય નવીનીકરણ પર ફોકસ કરે છે. અમને વિશ્વાસ છે કે આ તકનીકના શોકીન લોકોને પસંદ આવશે.”
પોકો એફ-૧ પાવર યૂઝર માટે કોઇ સપનાને સાકાર કરવા જેવું છે જે મોટી ફ્રેમમાં ગેમિંગની મજા લઇ શકે અને સાધનોના વધારે ગરમ થવાના કારણથી ધીમા થવાની ચિંતાથી મુક્ત થઇને સઘન એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકે છે. આ બધું દમદાર ક્વેલકોમ સ્નેપડ્રેગનં ૮૪૫ એસઓસીની સાથે-સાથે અત્યંત કુશળ લિક્વિડ કૂલ ટેકનોલોજીની કૂલિંગ સિસ્ટમના દ્વારા છે જે વધારે લાંબા સમય સુધી સતત સર્વોચ્ચ પરફોર્મન્સની ક્ષમતા આપે છે. આંતરિક પરીત્રણથી ખબર પડે છે કે આ સિસ્ટમ પરંપરાગત, બિન-લિક્વિડ કૂલિંગ સમાધાનોની અપેક્ષા ૩૦૦ ટકા વધુ પ્રભાવકારી છે કારણકે આ સીપીયૂથી ગર્મીને ઝડપથી છૂટાછવાયા કરી દે છે. આ સિવાય, પોકો એફ૧માં ૪૦૦૦એમએએચ બેટરી લાગેલ છે જે ૮ કલાક સુધી નોન-સ્ટોપ ગેમિંગ ચલાવી શકે છે. સાથે જ ૮ જીબી સુધીનું એલપીડીડીઆર૪ ડીરેમ અને સુપર-ફાસ્ટ ૨૫૬ જીબી યૂએફએસ ૨.૧ સ્ટોરેજથી યુક્ત હોવાના કારણે પોકો એફ૧ આસાનીથી એનટુટુ (An Tu Tu) સ્કોર (એન્ડ્રોઈડ ઉપકરણો માટે સૌથી વધુ પ્રચલિત માનદંડ) પ્રાપ્ત કરી લે છે, જે ૨,૯૦,૦૦૦થી વધુ છે.
પોકો એફ૧ ૧૨એમપી સોની આઈએમએક્સ૩૬૩ પ્રાથમિક સેંસરયુક્ત પોતાના એઆઈ ડ્યુઅલ કેમેરાથી શ્રેષ્ઠ ફોટાઓ લે છે અને ડ્યુઅલ પિક્સેલ ઓટોફોકસ દ્વારા ઓછા પ્રકાશ અને બેકલિટ પરિદ્રશ્યોમાં પણ આશ્ચર્યજનક ફોટો કેપ્ચર કરે છે. પોકો એફ૧માં સામેની બાજુ ૨૦એમપી સેંસર લાગેલ છે જે સુપર પિક્સલ ટેકનોલોજીથી લેસ છે. આ ચાર પિક્સેલ્સની સૂચનાને એક મોટા ૧.૮ મ્યૂએમ (µm) પિક્સેલમાં સંયોજિત કરીને ઓછા ઘોંઘાટમાં વધારે સ્પષ્ટ ફોટો કેપ્ચર કરે છે. પાછળ અને સામે, બંને બાજુથી કેમેરાએઆઈ ફીચરથી સમર્થિત છે, જેમ કે એઆઈ પોટ્રેટ, એઆઈ ક્યૂટીફાઈ, અને એઆઈ સીન ડિટેક્શન. પોકો એફ૧ ફ્રન્ટ પર ઈન્ફ્રારેડ ઈલૂમનેટર અને ઈન્ફ્રારેડ કેમેરા સાથે પણ મળે છે જેના સહારે એઆઈ ફેસ અનલોક ફીચર ગહેરા અંધકાર તથા દિવસની ચમકતી રોશની, બંને પરિસ્થિતિઓમાં ઉપકરણને સુરક્ષિત રૂપથી અનલોક કરે છે.
પરફોર્મન્સ બીસ્ટને સંપૂર્ણ પ્રકારે ઉનમુક્ત કરવા માટે એમઆઈયૂઆઈને વધારે હલકું, વધારે ઝડપી અને વધારે સહજ અનુભવ માટે પોકો એફ૧ પર ખૂબ જ કસ્ટમાઈઝ કરવામાં આવ્યું છે. ટર્બોચાઈઝ્ડ ઈંજન નામની પ્રણાલી ઈષ્ટતમીકરણ વિશેષતાની પ્રસ્તુતિ સાથે સ્ક્રીન પ્રતિક્રિયા અને એનિમેશન ફ્રેમ ગતિમાં વૃદ્ધિના કારણે પોકો એફ૧ વધારે ઝડપી સ્ટાર્ટઅપ, ગેમિંગ પરફોર્મન્સ અને સ્વાઈપ કરે છે. નવા પોકો લોંચરથી લેસ પોકો એફ૧ એક એપ ડ્રવપની સાથે મળે છે જે એપ્સને સ્વતઃ વર્ગીકૃત કરી લે છે એ યૂઝરને એપ્સ શોધવામાં સરળતા રહે છે. ભારતમાં પોકો માટે એમઆઈયૂઆઈ એ ટેક્સી, મ્યુઝિક અને વિડિયો સ્ટ્રિમિંગ સેવાઓનો સમાવેશ કર્યો છે જેનાથી વધારે જાનદાર યૂઝર અનુભવ પ્રાપ્ત થાય છે. એન્ડ્રોઈડ ૮.૧ ઓરિઓ પર આધારિત એમઆઈયૂઆઈ ફોર પોકો દ્વારા નિયમત રૂપથી ગુગલના પેચ અને અપડેટ્સ સાથે સુરક્ષાને પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં આને એન્ડ્રોઈડ પી અપડેટ મળી જશે.
પોકો એફ૧ ગ્રેફાઈટ બ્લેક, સ્ટીલ બ્લૂ અને રોસ્સો રેડ કલરમાં પોલિકોર્બોનેટ બેક સાથે પણ મળે છે. પોકો એફ૧ની રિટેલ કિંમત ૬જીબીઇં૨૫૬જીબી માટે ૨૦,૯૯૯ રૂપિયા, ૬જીબીઇં૧૨૮જીબી માટે ૨૩,૯૯૯ રૂપિયા થશે. પોકો એફ૧નું વેચાણ ૨૯ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજના રાતના ૧૨ કલાકેથી mi.com અને ફ્લિપકાર્ટ પર આરંભ થશે. પેકે એફ૧ પર એચડીએફસી બેંકના તરફથી પ્રથમ સેલ ઓફર પણ છે જેમાં એચડીએફસીના દરેક ક્રેડિટ અને ડેબિટ કાર્ડધારકોને તત્કાલ ૧૦૦૦ રૂપિયાની રકમ પરત મળશે. આનાથી સ્પષ્ટતઃ પોકો એફ૧ની કિંમત ૬જીબીઇં૬૪જીબી, ૬જીબીઇં૧૨૮જીબી અને ૮જીબીઇં૨૫૬જીબી માટે પ્રથમ વેચાણ માટે ઘટીને ક્રમશઃ ૧૯,૯૯૯ રૂપિયા, ૨૨૯૯૯ રૂપિયા અને ૨૭,૯૯૯ રૂપિયા અને આર્મર્ડ સંસ્કરણ માટે ૨૮,૯૯૯ રૂપિયા થઈ જશે. આ રીતે પોકોએફ૧ વિશ્વનો એકમાત્ર ક્વેલકોમ સ્નેપડ્રેગનં ૮૪૫ સ્માર્ટફોન છે જેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયાથી ઓછી આવે છે. પોકો એફ૧ની સાથે જીઓ તરફથી ૮૦૦૦ રૂપિયા સુધીનો ફાયદો અને ૮ટીબીના હાઈસ્પીડ ડેટાની અવિશ્વસનીય ઓફર પણ છે.