ઝિનપિંગની સુરક્ષામાં ૧૦૦૦૦ પોલીસ કર્મી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 મહાબલીપુરમ : ચીની પ્રમુખ શી ઝિનપિંગ હાલમાં ભારતની યાત્રા પર છે. ભારતની યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં કોઇ કચાશ રાખવામાં આવી રહી નથી. તેમની સુરક્ષામાં હાલમાં ૧૦ હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સાથે સાથે તેમના કાફલાના માર્ગ પર અભૂતપૂર્વ સુરક્ષા જવાનો છે. એશિયાના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વાતચીત હાલમાં ચાલી રહી છે. જેના પર દુનિયાના દેશોની નજર રહેલી છે.

ગઇકાલે શુક્રવારના દિવસે  જિનપિંગ તમિળનાડુના મહાબલીપુરમમાં પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ વિમાની મથકે લાલઝાજમ બિછાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમિળ સંસ્કૃતિના દર્શન પણ તેમને કરાવાયા હતા. તમિળ શાસ્ત્રીય સંગીતના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કર્યા હતા. ભારત નાટ્યમના કલાકારોએ પણ તેમની સંસ્કૃતિ દર્શાવી હતી. બીજી બાજુ મોટી સંખ્યામાં બાળકોએ ભારત અને ચીનના ધ્વજ લહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતુ.

Share This Article