એરટેલની લોકપ્રિય ઓટીટી મ્યુઝીક એપ્લિકેશન વિંક મ્યુઝિકે ૭૫ મિલિયન એપ્લિકેશન ઇન્સ્ટોલેશનના આંકડાને પાર કરી લીધો છે, જે સંગીત પ્રેમીઓની વિંક મ્યુઝીકની પસંદગીને દર્શાવે છે. તમામ ગીતોના પ્રવાહને રજૂ કરતી વિંક મ્યુઝિકને સ્થાનિક સામગ્રીને જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે.
વિંક મ્યુઝીક ૧૨ ભારતીય પ્રાદેશિક ભાષાઓ સહિત પ્રખ્યાત સંગીતનો ૩ મિલિયન ગીતોનો સંગ્રહ ધરાવે છે. વૃદ્ધિ ગાથાને જોઇએ તો ગ્રામ્ય ભારતના ૧૩ ટકા સક્રિય ઉપયોગકર્તા ધરાવે છે, જે દૈનિક પ્રવાહમાં આશરે ૧૦ ટકાનો ફાળો આપે છે. આ વપરાશકર્તાઓ તેમની સ્થાનિક ભાષાઓ માટે સામગ્રી શોધે છે.
છેલ્લા ૧૨ મહીનામાં વિંક મ્યુઝીકમાં ટોચના ૧૦ ગુજરાતી હિટ્સ
૧. ચાર ચાર બંગડી વાળી ગાડી..
૨. હનુમાન ચાલીસા
૩. લેરી લાલા..
૪. છોગાળો છેલ..
૫. રોણા શેરમાં રે..
૬. ગોરી રાધાને કાળો કાન..
૭. એકલો રબારી..
૮. કભી પ્યાસે કો પાની..
૯. બેલફા સમન તારી બહુ મેહરબાની..
૧૦. ભૂલી જવું છે…