એપલ WWDC 2018 ઇવેન્ટ 4 જૂન થી શરુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એપલ કંપનીએ તેની બહુચર્ચિત ઇવેન્ટ WWDC 2018 ની ઘોષણા કરી દીધી છે. તે ઇવેન્ટ 4 જૂન થી 8 જૂન વચ્ચે યોજાશે, આ ઇવેન્ટ માં દુનિયાભર થી એપ્પલ સર્ટિફાઈડ ડેવલોપર આવે અને પોતાની એપ નું પ્રદર્શન કરે છે અને આવનારા સોફ્ટવેર અપડેટ વિષે જ્ઞાન પણ લે છે. આ ઇવેન્ટ માં જવા માટે ની ટિકિટ આ લિંક ઉપર મળશે અને ભારતીય સમય પ્રમાણે 22 તારીખે રાત્રે 10:30 સુધી જ મળશે

ટિકિટ લેવા માટે અહીંયા ક્લીક કરો : https://developer.apple.com/wwdc/register/

શું લોન્ચ થશે આ ઇવેન્ટ માં ?

આ ઇવેન્ટ માં મુખ્ય ચાર લોન્ચ ની ધારણા એપલ તરફ થી કરવામાં આવે તેવી ગણતરી છે.

1 – iOS 12
2 – MacOS 10.14
3 – tvOS 12
4 – watchOS 5
5 – Cross-platform iOS/macOS apps

એપલ તેની ઇન્નોવેટીવ અને ટ્રેન્ડ સેટર કંપની તરીકે અત્યારે પ્રથમ સ્થાન ધરાવે છે. આવનારા સમય માં તેનું પ્રભુત્વ કેવું રહેશે તેનો આધાર આ ઇવેન્ટ માં રજુ થયેલા અપગ્રેડ ઉપર રહેલો છે.

Share This Article