મુંબઈ : ભારતમાં વાર્ષિક હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં વધ્યો છે. આજે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ફુગાવો ઉંચી સપાટીએ પહોંચ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવો વધીને ૨.૯૩ ટકા સુધી પહોંચી ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓ અને ફ્યુઅલ કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. જાન્યુઆરી મહિનામાં ૨.૭૬ ટકાની ૧૦ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી.
ફેબ્રુઆરી મહિનામાં હોલસેલ ફુડ પ્રાઇઝ વાર્ષિક આધાર પર ૩.૨૯ ટકા વધી છે જ્યારે એક મહિના અગાઉ ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં ૧.૮૪ ટકાનો વધારો થયો હતો. ચીજવસ્તુઓની કિંમતમાં ફુગાવો જારી કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારના પરિણામ સ્વરુપે રિટેલ ફુગાવો ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે.
જાન્યુઆરી મહિનામાં ૧.૯૭ ટકાની ૧૯ મહિનાની નીચી સપાટીએ રહેલો સીપીઆઈ ઉપર આધારિત ખાદ્યાન્ન ફુગાવો ફેબ્રુઆરી ૨૦૧૮માં ૪.૪૪ ટકા હતો. અર્થશાસ્ત્રીઓએ ફેબ્રુઆરી મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવો ૨.૪૩ ટકા હોવાની વાત કરાઈ છે.