નવી દિલ્હી : હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને ૨૩ મહિનાની નીચે સપાટીએ પહોંચી જતા રાહતના સમાચાર મળ્યા છે. ફુગાઓ ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. શાકભાજી, ઇંધણ અને વિજળી સાથે જાડાયેલી ચીજવસ્તુઓમાં કિંમતોમાં ઘટાડો થવાના કારણે ડબલ્યુપીઆઈ આધારિત ફુગાઓ મે મહિનામાં ૨.૪૫ ટકા હતો. જે હવે જુન મહિનામાં ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. જુન ૨૦૧૮માં આ આંકડો ૫.૬૮ ટકા હતો. બટાકાના હોલસેલ મુલ્ય જુનમાં ૨૪.૨૭ ઘટી ગયા છે. જ્યારે મે મહિનામાં બટાકાના મોંઘવારી દર ૦થી ૨૩.૩૬ ટકા નીચે રહ્યોછે. ડુંગળીની કીમતમાં વધારો થયો છે.
જુનમાં મોઘવારીનો દર ૧૬.૬૩ ટકા હતો. જુન મહિના માટેના રિટેલ ફુગાવાના આંકડા શુક્રવારના દિવસે જારી કરાયા હતા. સતત છઠ્ઠા મહિનામાં તેજીના વલણ સાથે જૂન મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો વધીને ૩.૧૮ ટકા થઇ ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓ, દાળ, માંસ અને ફિશ જેવી પ્રોટીનથી સમૃદ્ધ ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયો છે. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો જૂન ૨૦૧૮માં ૪.૯૨ ટકા હતા જ્યારે ગયા મહિનામાં ફુગાવો ૩.૦૫ ટકા હતો.
રિટેલ ફુગાવો આ વર્ષે જાન્યુઆરીથી સતત વધી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં ફુગાવો ૧.૯૭ ટકા હતો. કન્ઝ્યુમર ફુગાવો ખાદ્યાન્ન ફુગાવાની વાત કરવામાં આવે તો જૂનમાં ૨.૧૭ ટકા રહ્યો છે. ખાદ્યાન્ન ફુગાવો મે મહિનામાં ૧.૮૩ ટકા રહ્યો હતો. ઇંડા, માંસ, અને ફિશ જેવા પ્રોટીન ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારીનો દર જૂનમાં ૯.૦૧ ટકા રહ્યો છે જે મેમાં ૮.૧૨ ટકા હતો. ફુગાવો ઘટી જતા વ્યાજદર ઘટવાના સંકેત દેખાઈ રહ્યા છે.