નવીદિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહ્યો છે. સાથે સાથે ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થવાના પરિણામ સ્વરુપે હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં વધીને બે મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો છે. ડબલ્યુપીઆઈ ફુગાવો વધીને ૫.૧૩ ટકા સુધી પહોંચી ગયો છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકા અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૩.૧૪ ટકા હતો.
આજે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં સપ્ટેમ્બર મહિનાના ગાળામાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ૦.૨૧ ટકાનો ઘટાડો થયો છે જેથી આ ફુગાવો ઘટ્યો છે. ઓગસ્ટ મહિનામાં આ ફુગાવો ૪.૦૪ ટકા હતો. શાકભાજીમાં પણ સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો ઘટ્યો છે. તે ૩.૮૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૨૦.૧૮ ટકા હતો. એટલે કે શાકભાજીની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં ફુગાવો ૧૬.૬૫ ટકાની આસપાસ રહ્યો છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં વ્યÂક્તગતરીતે ફુગાવો ક્રમશઃ ૧૭.૨૧ ટકા અને ૨૨.૧૮ ટકા રહ્યો છે. એલપીજી માટે ફુગાવો ૩૪.૫૧ ટકા નોંધાયો છે. સપ્ટેમ્બ મહિનામાં બટકામાં ફુગાવો ૮૦.૧૩ ટકા રહ્યો છે. એટલે કે ઉલ્લેખનીય વધારો તેના ફુગાવામાં થયો છે. જ્યારે ડુંગળી અને ફળફળાદીની કિંમત ક્રમશઃ ૨૫.૨૩ ટકા અને ૭.૩૫ ટકા ઘટી ગઈ છે. કઠોળની કિંમતમાં પણ ઘટાડો થયો છે અને તેની કિંમતમાં ૧૮.૧૪ ટકાનો ઉલ્લેખનીય ઘટાડો થયો છે.
છેલ્લા સપ્તાહમાં જારી કરવામાં આવેલા આંકડામાં સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો પણ ઓગસ્ટ મહિનામાં ૩.૬૯ ટકાથી વધીને ૩.૭૭ ટકા થઇ ગયો હતો. ગયા સપ્તાહમાં જારી કરાયેલા રિટેલ ફુગાવા બાદ આજે ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા જારી કરાયા હતા. મોનિટરી પોલિસી નક્કી કરતી વેળા આરબીઆઈ હંમેશા મુખ્યરીતે રિટેલ ફુગાવાના આંકડાને ધ્યાનમાં લે છે. છેલ્લા સપ્તાહમાં જ જારી કરવામાં આવેલી આરબીઆઈની તેની ચોથી નાણાંકીય નીતિ સમીક્ષામાં રિઝર્વ બેંકે બેંચમાર્ક વ્યાજદરને યથાવત રાખ્યા હતા પરંતુ ચેતવણી આપી હતી કે, તેલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. શેરબજારમાં ઉથલપાથલ છે. વૈશ્વિક નાણાંકીય નીતિ સાનુકુળ દેખાઈ રહી નથી.
ઓક્ટોબર-માર્ચના ગાળા દરમિયાન આરબીઆઈએ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ૩.૯ અને ૪.૫ ટકા વચ્ચે રાખ્યો હતો. ગયા સપ્તાહમાં રિટેલ ફુગાવાના આંકડા જારી કરાયા બાદ આજે ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા જારી કરાયા હતા જેમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે અને મોંઘવારીમાં વધારો થવાની Âસ્થતિ વચ્ચે ડબલ્યુપીઆઈ ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં ૫.૧૩ ટકા થયો છે જે ઓગસ્ટ મહિનામાં ૫.૫૩ ટકા હતો. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઉતારચઢાવની Âસ્થતિ જાવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, આરબીઆઈએ નીતિ સમીક્ષા જારી કરતી વેળા રિટેલ ફુગાવા અને ડબલ્યુપીઆઈ ફુગાવા ઉપર ધ્યાન આપ્યું હતું અને વ્યાજદરો યથાવત રાખ્યા હતા.