ઉન્નાવ : ૧૧ માસમાં ૮૬ રેપ કેસ અને ૧૮૫ યૌન ઉત્પીડન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉન્નાવમાં આ વર્ષે જાન્યુઆરીથી લઇને નવેમ્બર વચ્ચે રેપના ૮૬ મામલા નોંધાઈ ચુક્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો આને ઉત્તરપ્રદેશના રેપ કેપિટલ તરીકે કહેવાની બાબત યોગ્ય રહેશે. ઉન્નાવમાં આશરે ૩૧ લાખ લોકો રહે છે. લખનૌથી ૬૩ કિલોમીટરના અંતરે અને કાનપુરથી માત્ર ૨૫ કિલોમીટરના અંતરે ઉન્નાવ આવે છે .પૂર્વમાં ભાજપના રહી ચુકેલા ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર ઉપર પણ રેપના આરોપ, પીડિતાના અકસ્માતને ઉન્નાવનું નામ દેશ-વિદેશના લોકો ઉપર આવ્યું હતું. હવે ઉન્નાવમાં વધુ એક ગેંગરેપની ઘટના બાદ અપરાધીઓ દ્વારા પીડિતાને જીવતી સળગાવી દેવાની ઘટના સપાટી ઉપર આવી છે જેથી દેશભરમાં ફરી ઉન્નાવ કેન્દ્રમાં છે. પીડિતાનું શુક્રવારે હોસ્પિટલમાં મોત થયું હતું. કેટલાક કેસ મિડિયાથી પણ દૂર રહ્યા છે. ઉન્નાવમાં રેપ અને છેડતીના આરોપોમાં જુદી જુદી જગ્યાઓએ કેસ દાખલ કરાયા હતા.

મોટાભાગના મામલાઓમાં અપરાધીઓને ધરપકડ કરી લેવામાં આવ્યા બાદ તેમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા અથવા તો કેટલાક કેસોમાં આરોપી પકડાયા નથી. ઉન્નાવમાં પોલીસનું સંપૂર્ણપણે રાજનીતિકરણ થઇ ચુક્યું છે. રાજનેતાઓના આકાઓની ઇચ્છા વગર અહીં એક ઇંચ પણ આગળ વધી શકાય નહી. આનાથી અપરાધીઓની તાકાત અનેગણી વધી જાય છે.

ઉત્તરપ્રદેશના ઉન્નાવથી અનેક ટોચના રાજનેતા સંબંધ ધરાવે છે જેમાં વિધાનસભા સ્પીકર વિજયનાથ દિક્ષીત, ઉત્તરપ્રેદશના કાનૂન મંત્રી બ્રજેશ પાઠક અને ભાજપ સાંસદ સાક્ષી મહારાજનો સમાવેશ થાય છે. અપરાધીને રાજનીતિથી પ્રોત્સાહન મળી રહ્યું છે. પોલીસ કથપુતળીની જેમ કામ કરે છે.

Share This Article