નવી દિલ્હી : સીરિયા, દક્ષિણી સુડાન અને બીજી જગ્યાએ જારી સંઘર્ષ, હિંસાં અને હેરાનગતિના કારણે વર્ષ ૨૦૧૭ના અંત સુધી રેકોર્ડ સંખ્યામાં ૬.૫૬ કરોડ લોકો વિસ્થાપિત થયા છે. વર્ષ ૨૦૧૮ના આંકડા હજુ સુધી પ્રાપ્ત થઇ શક્યા નથી. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સંખ્યા વર્ષ ૨૦૧૭ના અંત સુધી વિસ્થાપિત થનાર લોકોની સંખ્યાથી માત્ર ૩૦૦૦૦૦ વધારે છે. જ્યારે વર્ષ ૨૦૧૬ના અંત સુધીના આંકડાથી આ સંખ્યા ૬૦ લાખ વધારે છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા બાદ વ્યાપક ચર્ચા જોવા મળી રહી છે. વિશ્વ શરણાર્થી દિવસના પ્રસંગે હાલમાં આ આંકડા જારી કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યુ છે કે માત્ર ગયા વર્ષે જ દુનિયાભરના ૧.૦૩ કરોડ લોકો વિસ્થાપિત થયા હતા. આ તમામ લોકોને પોતાના ઘરમાંથી પલાયન થવાની ફરજ પડી હતી. સંઘર્ષ, રક્તપાત અને અન્ય તકલીફોના કારણે તેમની આ હાલત થઇ છે.
પહેલાની તુલનામાં સ્થિતીને સુધારી દેવાના વ્યાપક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી પુરતી સફળતા મળી રહી નથી. ટુંક સમયમાં જ નવા આંકડા પણ જારી કરવામાં આવનાર છે. સીરિયા અને સુડાનમાં રહેતા મોટા ભાગના લોકો રક્તપાતના કારણે પરેશાન રહ્યા છે.