દુનિયાના સૌથી અમિર વ્યક્તિ એલોન મસ્કે ભારતનું સમર્થન કર્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મળવું જાેઈએ કાયમી સ્થાન ઃ મસ્ક
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી છે. તેમણે કહ્યું છે કે વિશ્વના સૌથી મોટા સંગઠન સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક મુદ્દાઓ પર ફેરફાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું છે કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાના કારણે ભારતને ચોક્કસપણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાન મળવું જાેઈએ. આમ ન કરવું એ વાહિયાત છે. એલોન મસ્કે ટ્‌વીટ કર્યું કે અમુક સમયે, યુએન સંસ્થાઓમાં સંશોધનની જરૂર છે. તેમણે કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત માટે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક ન હોવી એ વાહિયાત છે. તેમણે લખ્યું છે કે આફ્રિકા માટે પણ સામૂહિક રીતે બેઠક હોવી જાેઈએ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે માત્ર પાંચ દેશોનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના છ મુખ્ય અંગો પૈકીનું એક છે. તેની સ્થાપના ૨૪ ઓક્ટોબર ૧૯૪૫ના રોજ થઈ હતી. તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા, સંયુક્ત રાષ્ટ્રના નવા સભ્યોને જનરલ એસેમ્બલીમાં પ્રવેશની ભલામણ કરવા અને સંયુક્ત રાષ્ટ્રમાં કોઈપણ ફેરફારોને મંજૂરી આપવા માટે જવાબદાર છે. સુરક્ષા પરિષદના માળખાની વાત કરીએ તો તેમાં પાંચ સ્થાયી સભ્યો છે, જેમાં અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયા. આને સામૂહિક રીતે P5 તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી કોઈપણ પ્રસ્તાવને વીટો આપી શકે છે. કાઉન્સિલના દસ ચૂંટાયેલા સભ્યો પણ છે જેમનો કાર્યકાળ માત્ર બે વર્ષનો છે. ચૂંટાયેલા સભ્યોને વીટો પાવર આપવામાં આવતો નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવા ઈચ્છતા તમામ ઉમેદવારોમાં ભારત સૌથી વધુ અવાજ ઉઠાવે છે. ભારત આજે એક મુખ્ય વૈશ્વિક શક્તિ કેન્દ્ર બની ગયું છે. ભારતનો સદસ્યતાનો દાવો એ તથ્યો પર આધારિત છે કે તે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક સભ્યોમાંનો એક છે, સૌથી મોટી લોકશાહી, બીજાે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને પાંચમો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આ ઉપરાંત, ભારત ક્લાઈમેટ ચેન્જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને અન્ય યુએન સમિટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ ફોરમમાં સક્રિયપણે સામેલ થઈ રહ્યું છે. ભારત વિશ્વના મોટાભાગના અવિકસિત અને વિકાસશીલ દેશોના હિતોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ભારત એક એવો દેશ છે જે અન્યની આંતરિક બાબતોમાં દખલ ન કરવાની વિચારધારાને રાખે છે.

Share This Article