ગુજરાતના પાટણ જિલ્લામાં શુદ્ધ પાણીની સમસ્યાનું સમાધાન મળી ગયું
અમદાવાદ : દુનિયામાં દિનપ્રતિદિન શુદ્ધ પાણીનો જથ્થો ખતમ થઈ રહ્યો છે. પાણીના શુદ્ધીકરણનો ખર્ચ પણ ખુબ મોટો હોય છે. પાણી વિના આપણને ચાલવાનું નથી એ વાત પણ એટલી જ સાચી છે. ત્યારે ગુજરાતના પાટણ જિલ્લામાં આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે. વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. વિશ્વમાં સૌપ્રથમ ખાવાની લીલી ડુંગળીની ફેંકી દેવામાં આવતી છાલનાં રસ માંથી અશુદ્ધપાણીને શુદ્ધ કરવાનું સફળ સંશોધન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં અશુદ્ધ પાણી વ્યર્થ જાય તેના અદલે તેનું શુદ્ધિકરણ કરી ફરી વપરાશમાં લઈ શકાય અને અશુદ્ધ પાણીના કારણે થતા કેન્સર જેવા ગંભીર રોગો અટકાવી શકાય તેવા ઉદ્દેશથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઈફ સાયન્સ વિભાગના પ્રો. ડો. આશિષ પટેલ ના માર્ગદર્શન હેઠળ ડૉ.નિશા ચૌધરી અને ડો. વિરેન્દ્ર કુમાર યાદવની ટીમ દ્વારા ગુજરાત સહિત દેશમાં ખાવામાં ઉપયોગમાં લેવાતી ડુંગળીની ફેંકી દેવામાં આવતી છાલનો ઉપયોગ કરીને ઝીંક ઓક્સાઈડ (ZNO)ના નેનો પાર્ટીકલ્સ એટલેકે, અતિ સુક્ષ્મ ઘટકોનું સંશ્લેષણ સફળતાપૂર્વક કરી ડુંગળીની છાલમાંથી તૈયાર કરાયેલા ઝિંકના સૂક્ષ્મ ઘટકો પાણીમાં રહેલી અશુદ્ધીઓ દૂર કરી ફરી વરરાશમાં લઈ શકાય તેનું સફળ સંશોધન કાર્ય સફળ થતાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટોપ ટેન MDPI ની વોટર જનરલમાં પ્રકાશિત થયું છે. છાલ માંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા ઝીંક ઓક્સાઇડ ના નેનો પાર્ટીકલ્સના ઉપયોગથી પ્રદૂષિત પાણીમાંથી હાનિકારક જૈવિક અશુદ્ધિઓ ( નુકસાનકારક તત્વો) નુ સૂર્યપ્રકાશ ની હાજરીમાં માત્ર બે કલાકમાં જ પાણીના કેમિકલ તેમજ હાનિકારક અશુદ્ધિઓ તોડી વિભાજીત કરી પાણી શુદ્ધ કરી વપરાશ લાયક બનાવી શકાય છે. આ પાણી પીવામાં , ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે.
Škoda ઓટો ઇન્ડિયાએ 4×4 SUV Kodiaq ભારતમાં લોન્ચ કરી
મુંબઇ : Škoda Kylaq રેન્જના સફળ લોન્ચ બાદ Škoda ઓટો ઇન્ડિયાએ હવે 4x4 SUVની તદ્દન નવી જનરેશનના લોન્ચ સાથે સ્પેક્ટ્રમના...
Read more