વર્લ્ડકપ ક્રિકેટમાં સ્કોર…

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

લંડનવર્લ્ડ કપ ૨૦૧૯ની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વર્લ્ડકપ ક્રિકેટમાં સૌથી ઓછા જુમલાનો રેકોર્ડ કેનેડાના નામ ઉપર છે. કેનેડાની ટીમ ૨૦૦૩ના વર્લ્ડકપમાં શ્રીલંકા સામે માત્ર ૩૬ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યારે ૨૦૦૩માં જ નામ્બિયાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે માત્ર ૪૫ રન કરી શકી હતી. મોટી ટીમો સામે ઓછી મેચો રમી રહેલી ટીમો સસ્તામાં આઉટ થવાના ઘણા દાખલા છે. બીજી બાજુ જંગી જુમલાની વાત કરવામાં આવે તો મજબૂત ટીમો જ આ રેકોર્ડ ધરાવે છે.

ભારતે વર્લ્ડકપમાં હજુ સુધી સૌથી જંગી જુમલાનો રેકોર્ડ કર્યો છે. ૨૦૦૭ના વર્લ્ડકપમાં ભારતે પોર્ટ ઓફ સ્પેન ખાતે બર્મુન્ડા સામે પાંચ વિકેટે ૪૧૩ રન કર્યા હતા જ્યારે ૧૯૯૬ના વર્લ્ડકપમાં કેન્યા સામે શ્રીલંકાએ કેન્ડીમાં પાંચ વિકેટે ૩૯૮ રન બનાવ્યા હતા. ભારતે વર્લ્ડકપ ક્રિકેટમાં ત્રણ વખત ૩૫૦થી વધુનો જુમલો ખડક્યો છે. વર્લ્ડકપ ક્રિકેટમાં સૌથી ઓછા જુમલા અને સૌથી જંગી જુમલાના રેકોર્ડ નીચે મુજબ છે.

વર્લ્ડકપમાં સૌથી ઓછો જુમલો

સ્કોરટીમહરીફસ્થળવર્ષ
૩૬કેનેડાશ્રીલંકાપાર્લ૨૦૦૩
૪૫નામ્બિયાઓસ્ટ્રેલિયાપોચેસ્ટુમ૨૦૦૩
૪૫કેનેડાઇંગ્લેન્ડમાન્ચેસ્ટર૧૯૭૯
૫૮બાંગ્લાદેશવિન્ડિઢાકા૨૦૧૧
૬૮સ્કોટલેન્ડવિન્ડિલિસેસ્ટર૧૯૯૯

 

વર્લ્ડકપમાં સૌથી વધુ જુમલો

૪૧૩-૫ ભારતબર્મુન્ડાપોર્ટ ઓફ સ્પેન૨૦૦૭
૩૯૮-૫શ્રીલંકાકેન્યાકેન્ડી૧૯૯૬
૩૭૭-૬ઓસ્ટ્રેલિયાદક્ષિણ આફ્રિકાબાસેતેરે૨૦૦૭
૩૭૩-૬ભારતશ્રીલંકાટોન્ટન૧૯૯૯
૩૭૦-૪ ભારતબાંગ્લાદેશઢાકા૨૦૧૧

 

Share This Article