અમદાવાદ : વિશ્વ યુવા કુશળતા વિકાસ દિવસ 2025ના નિમિત્તે, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદે ‘ઉદ્યોગસાહસિક શિક્ષણમાં એઆઈ અને ડિજિટલ કુશળતાનો સમન્વય’ વિષય પર એક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં વિશિષ્ટ મહેમાન તરીકે વિભા દેસાઈ, એસોસિએટ ડિરેક્ટર, આર્સેલર મિત્તલ અને શ્રી ઈ. રાજીવ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઈન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સલન્સ (iACE) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ક્ષમતાઓ ઉદ્યોગસાહસના ક્ષેત્રને નવી દિશા આપી રહ્યું છે.