રાંચી : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે. દેશ વિદેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે રાંચીમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઇને યજમાન રાંચી પૂર્ણ રીતે યોગના રંગમાં છે. મોદી સાથે યોગ કરવાને લઇને લોકો ઉત્સાહિત થયેલા છે. મોદી સાથે યોગ કરવાને લઇને ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રેકોર્ડ ગતિથી વધી છે.યોગ દિવસની સાથે સાથે નીચે મુજબ છે.
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને આવતીકાલે ભવ્ય ઉજવણી કરાશે.
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોદી આવતીકાલે સવારે રાજભવનથી માર્ગ મારફતે સાઢા છ વાગે ધુર્વા સ્થિત પ્રભાત તચારા મેદાન ખાતે પહોંચી જશે
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આવતીકાલે સવારે છ વાગ્યા બાદ એન્ટ્રી બંધ કરી દેવાશે
- દુનિયાભરમાં યોગને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમો યોજાશે.
- વડાપ્રધાન મોદી પોતે રાંચીમાં ઉપસ્થિત રહેશે અને હજારો લોકો સાથે યોગા કરશે.
- મોદીની સાથે યોગના કાર્યક્રમમાં હજારો લોકો જાડાશે
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે દુનિયાના ૧૭૦થી વધુ દેશોમાં કાર્યક્રમ યોજાશે.
- પ્રજાસત્તાક દિવસ અને ૧૫મી ઓગસ્ટની જેમજ યોગ દિવસના કાર્યક્રમની તૈયારી
- યોગ દિવસને લઇને મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, લખનૌ , દિલ્હી, મુંબઇ સહિત દેશના જુદા જુદા ભાગો લશ્કરી છાવણીમાં ફેરવાયા
- ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય દિવસને સફળ બનાવવા તમામ આયોજન કરવામાં આવ્યું
- નરેન્દ્ર મોદી સરકાર વિશ્વ સ્તર પર કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા કેટલાક દિવસથી પ્રયાસ કરી રહી છે
- જુદા જુદા રાજ્યોમાં પણ ખાસ કાર્યક્રમોનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે
- કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ અને રિહર્સલની પ્રક્રિયા શરૂ થઇ
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે કેન્દ્ર સરકારે ૫૭ પ્રધાનોને દેશભરમાં આયોજન થનાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યુ છે
- સંસદના તમામ સભ્યો અને તમામ કેન્દ્રિય પ્રધાનો ઉપસ્થિત રહે તેવી શક્યતા
- સંયુક્ત રાષ્ટ્રે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી
- દેશભરમાં પણ તમામ રાજ્યોમાં યોગ દિવસને લઇને તૈયારીઓ પૂર્ણ કરાઇ
- જુદી જુદી સ્કૂલોમાં અને જુદી જુદી સરકારી સંસ્થાઓમાં પણ જોરદાર આયોજન કરાયુ
- દેશભરની સ્કૂલોમાં યોગ દિવસને લઇને તૈયારીઓ કરાઈ રહી હતી