આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વિશ્વના કેટલાક દેશોમાં યોગાભ્યાસ કરીને યોગા દિવસ ઉજવવામાં આવે છે. કંબોડિયામાં અંગકોરવાટથી પેરિસમાં આઇફિલ ટવર સુધી સ્વિસ આલપ્સ થી લઇને પિરામીડ સુધી યોગ જ યોગ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે દહેરાદૂનમાં 50 હજારથી વધારે લોકો સાથે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દહેરાદૂન ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં 55 હજાર લોકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ કર્યા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી.
પેરિસમાં આઇફીલ ટાવર સામે લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. પિરામીડ સામે ઘણા લોકોએ યોગા કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. પાકિસ્તાનમાં પણ યોગ દિવસની અનોખી ઇજવણી કરવામાં આવી હતી. ચીનની રાજધાની બિજીંગમાં પણ લોકોમાં યોગ પ્રત્યે ક્રેઝ જોવા મળ્યો હતો. યોગ દિવસ પર મુંબઇમાં પ્રકાશ જાવડેકરે પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસ પર કહ્યું હતુ કે, યોગ તમારા શરીરને મન સાથે જોડે છે. યોગ કરવાથી તમારુ મન શાંત રહે છે અને શરીર સ્વસ્થ. દેહરાદૂનથી લઇને ડબ્લિન સુધી, શાંઘાઇથી શિકાગો સુધી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.