પ્રદુષણની સામે અનેક મહત્વપૂર્ણ અને નિર્ણાયક પગલા લઇને ચીન પોતાની તો આરોગ્યની સ્થિતી સુધારવામાં વ્યસ્ત છે પરંતુ દુનિયાના દેશોને તે પ્રદુષણની ભટ્ટીમાં ઝીકી રહ્યુ છે. તેના પગલાના કારણે દુનિયાના દેશો પ્રદુષણના મજબુત સકંજામાં આવી રહ્યા છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ પ્રોજેક્ટના કારણે કેટલાક દેશોના શ્વાસમાં પ્રદુષણ ઝેર જઇ શકે છે. ચીનની સિન્હુઆ વિવિના શોધમાં કેટલીક ચોંકાવનારી બાબત સપાટી પર આવી છે. તેના વ્યાપક અભ્યાસ બાદ જે તારણ જારી કરવામાં આવ્યા છે તેના પર વિશ્વાસ કરવામાં આવે તો આ પ્રોજેક્ટ પર ૧૨ ટ્રિલિયન ડોલરથી વધારેનુ રોકાણ થવાની શક્યતા છે. જેના કારણે કાર્બન ઉત્સર્જનનુ સ્તર પેરિસ જળવાયુ સમજુતીને પાર કરી જશે. એટલે કે આટલા ઉત્સર્જનથી વૈશ્વિક તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. જે સમગ્ર વિશ્વ માટે ખુબ ચિંતાજનક સમાચાર છે.
એકબાજુ દુનિયાના દેશો કાર્બન ઉત્સર્જનને કાબુમાં લેવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે ચીનના આ પ્રોજેક્ટના કારણે કાર્બન ઉત્સર્જનનુ પ્રમાણ અનેક ગણુ વધી જશે. વૈશ્વિક તાપમાનમાં વધારો થશે. દાખલા તરીકે ચીનના આ પ્રોજેક્ટ માટે પાકિસ્તાનથી ફિલિપાઇન્સ સુધી કેટલાક દેશોમાં સેંકડો કોલસાથી ચાલતા પ્લાન્ટ સ્થાપિત થનાર છે. બીજી બાજુ ૨૨ કરોડથી વધુની વસ્તી ધરાવનાર શહેર બેજિંગમા પ્રદુષણને ઘટાડી દેવામાં ઉલ્લેખનીય સફળતા મળી ગઇ છે.
કોઇ સમય બેજિંગમાં પ્રદુષણની ચર્ચા સમગ્ર દુનિયામાં થતી હતી. આજે બેજિંગમાં પ્રદુષણનુ સ્તર એકદમ નીચે પહોંચી ગયુ છે. હવે હવામાં પ્રદુષણના પ્રમાણને માપનાર સ્વીસ ફર્મ આઇક્યુ એરવિજુએલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચીનના પાટનગરને હવે દુનિયાના સૌથી વધારે પ્રદુષિત એવા ૨૦૦ શહેરોની યાદીમાંથી બહાર કાઢવામાં શફળતા મળી શકે છે. વર્ષ ૨૦૦૮માં પ્રદુષણનુ જે સ્તર રહેલુ હતુ. તે સ્તરમાં અભૂતપૂર્વ રીતે ઘટાડો થયો છે. બેજિંગમાં અમેરિકી દુતાવાસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા સેંસરથી પ્રાપ્ત આંકડા દર્શાવે છે કે છેલ્લા બે વર્ષના ગાળામાં જ શહેરની હવામાં ઉલ્લેખનીય સુધારો થયો છે. વાયુ પ્રદુષણનો સામનો કરવા માટે સરકારે કોલસાને સળગાવવા, પ્રદુષણ ફેલાવનાર ઉદ્યોગોને બંધ કરવાની સાથે સાથે ભારે ટ્ર્કને શહેરની હદની બહાર જ રાખવાનો નિર્ણય ખુબ પહેલા જ કર્યો હતો.
આ નિર્ણય અમલી પણ છે. આઇક્યુ એરના કહેવા મુજબ હવામાં જાવા મળતા પાર્ટિકલ્સ પીએમ ૨.૫માં ૨૦૧૦ની તુલનામાં ૬૦ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. દશકોથી પર્યાવરણને થઇ રહેલા નુકસાનને હાથ ધરવા માટે હવે સૌર ઉર્જા અને ઇલેક્ટ્રોનિક વાહનો જેવી હરિત ક્રાન્તિને મહત્વ આપવામાં આવી રહ્યુ છે. ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જા કે ચીન દ્વારા જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યુ છે તેના કારણે વિશ્વના દેશો પ્રદુષણના સકંજામાં આવી જનાર છે. ચીને શ્રેણીબદ્ધ પગલા પોતાના માટે તો લીધા છે પરંતુ વિશ્વના દેશો માટે તે મોટી આફત ઉભી કરવા માટે જિદ્દી વલણ અપનાવી રહ્યુ છે.
ચીનના એક શોધ કરનાર નિષ્ણાંતના કહેવા મુજબ ચીનમાં વર્ષ ૨૦૨૨ સુધી એટલુ ગ્રીન હાઉસ ગેસનુ ઉત્સર્જન થઇ જશે જે પેરિસ સમજુતી મુજબ ૨૦૩૦ સુધી થનાર છે. ગ્રીન પીસના લોરી માયલવિરટાના કહેવા મુજબ ઉત્તરીય ચીનના ઔદ્યોગિક હાર્ટ સમાન ગણતા શહેરમાં નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા યૌગિકનુ ઉત્સર્જન ગયા વર્ષે સીમેન્ટ અને સ્ટીલ ઉત્પાદનમાં વધારો કરવા માટે કારણ રહ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે હેબે પ્રાંત જેવા ક્ષેત્રોમાં જુના સમયના ધુમાડા છોડનાર ઉદ્યોગો વધી રહ્યા હતા. આ ઉદ્યોગોને બંધ કરવાની બાબત સરળ એટલા માટે ન હતી કે જીજીપીને લઇને દબાણ પણ છે. જા કે પાટનગર બેજિંગ સહિત બીજા શહેરોમાં હવા પર્યાવરણમુક્ત થવા લાગી ગઇ છે.