ભારત આ વર્ષે G૨૦ દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ G૨૦ સમિટ યોજાવાની છે. ઘણા લોકોને લાગતું હશે કે આ કોન્ફરન્સમાં મોટા કરારો પર હસ્તાક્ષર થશે તેવું વિચાર હશે… પણ એવું નહીં થાય આ વખતે તેના બદલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ચીનના પ્રીમિયર લી કિઆંગ, ૨૦થી વધુ દેશોના વિશ્વના નેતાઓ ૫ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા આ નેતાઓ હાલમાં વિશ્વ સામેના વિવિધ પડકારો પર ચર્ચા કરીને સર્વસંમતિ બનાવવાની વાત કરશે.
G૨૦ દેશોની બેઠકમાં ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો હંમેશા ચર્ચાનો મહત્વનો વિષય રહ્યો છે. આ વખતે આ મુદ્દાઓને પણ આ કોન્ફરન્સમાં સામેલ કરવામાં આવનાર છે. કોન્ફરન્સના અંતે, સર્વસંમતિ પર પહોંચ્યા પછી, તમામ દેશો સાથે મળીને એક સંયુક્ત નિવેદન બહાર પાડશે. આ વખતે G૨૦ દેશોની કોન્ફરન્સમાં ક્લાઈમેટ ચેન્જની સાથે સાથે વિશ્વ બેંક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે ભારત પોતાની તરફથી કેટલાક મુદ્દાઓને પણ આગળ વધારવા જઈ રહ્યું છે. આ ૫ મુદ્દાઓ G૨૦ બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડા છે… વર્લ્ડ બેંક-આઈએમએફમાં સુધારા, ક્લાઈમેટ ચેન્જ પર ચર્ચા, ક્રિપ્ટોકરન્સી પર વિશ્વ વ્યવસ્થા, વર્લ્ડ ફૂડ સિક્યુરિટી અને નાના અને નબળા દેશોને દેવું.. G૨૦ બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડા મુદ્દાઓઓની વાત કરીએ તો, સૌપ્રથમ મુદ્દો છે વર્લ્ડ બેંક-આઈએમએફમાં સુધારાઃ આ વખતે જી-૨૦ સમિટમાં વિશ્વ બેંક અને આઈએમએફ જેવી બહુપક્ષીય વિકાસ બેંકોમાં વ્યાપક સુધારા કરવા પર ચર્ચા થશે. ભારત પોતાના અધ્યક્ષકાળ દરમિયાન આ એજન્ડાને આગળ ધપાવી રહ્યું છે. તેનું કારણ એ છે કે આ સંસ્થાઓની રચના લગભગ ૮૦ વર્ષ પહેલા બીજા વિશ્વ યુદ્ધ પછી થઈ હતી. ત્યારપછી વિશ્વમાં ઘણા ફેરફારો થયા છે, વિશ્વ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે, તેથી આ સંસ્થાઓને આજના ભૌગોલિક રાજકીય વાતાવરણ પ્રમાણે મજબૂત કરવાની જરૂર છે. આ સાથે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક, આફ્રિકન ડેવલપમેન્ટ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, યુરોપિયન બેન્ક ફોર રિ-કન્સ્ટ્રક્શન, ઇન્ટર-અમેરિકન ડેવલપમેન્ટ બેન્ક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક પણ બદલાવા જઈ રહી છે.
G૨૦ બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડાનો બીજો મુદ્દો છે ક્લાઈમેટ ચેન્જ પર ચર્ચાઃ આ વખતે પણ G૨૦ દેશોના ટેબલ પર ક્લાઈમેટ ચેન્જની સમસ્યા એજન્ડામાં હશે. આ બાબતે નોંધપાત્ર ભંડોળ અને જરૂરી પગલાંની જરૂર છે. G૨૦ દેશો ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ૨૦૩૦’ને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશે. એક અંદાજ મુજબ, આ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે, ૨૦૩૦ સુધીમાં દર વર્ષે $૩ ટ્રિલિયનની જરૂર પડશે. G૨૦ બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડાનો ત્રીજો મુદ્દો છે ક્રિપ્ટોકરન્સી પર વિશ્વ વ્યવસ્થાઃ વિશ્વ માટે ક્રિપ્ટોકરન્સી અંગે એક જ અભિપ્રાય સુધી પહોંચવા માટે નિયમો અને કાયદાઓ બનાવવા જાેઈએ. આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે, જેને ભારત અલગ અલગ પ્લેટફોર્મ પર આગળ લઈ રહ્યું છે. આ વખતે, G૨૦ નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક દરમિયાન પણ, ભારતે આ મુદ્દાને મજબૂતીથી આગળ ધપાવ્યો હતો. હવે જ્યારે G૨૦ સમિટ થઈ રહી છે, ત્યારે ભારત તેને સંયુક્ત નિવેદનનો ભાગ બનાવવાના પક્ષમાં છે. G૨૦ બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડાનો ચોથો મુદ્દો છે વર્લ્ડ ફૂડ સિક્યુરિટીઃ આ વખતે G૨૦ કોન્ફરન્સમાં વર્લ્ડ ફૂડ સિક્યુરિટી પણ ચર્ચાનો મહત્વનો વિષય હશે. રશિયા-યુક્રેન યુદ્ધ અને તેના કારણે સર્જાયેલી આર્થિક સમસ્યાઓના કારણે અનાજની મોંઘવારી વધી છે. આ સાથે જ જળવાયુ પરિવર્તનના કારણે વિશ્વ પહેલાથી જ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે.
G૨૦ બેઠકનો મહત્વપૂર્ણ એજન્ડાનો છેલ્લો અને પાંચમો મુદ્દો છે નાના અને નબળા દેશોને દેવુંઃ વૈશ્વિક નાણાકીય સંસ્થાઓના સુધારા માટેનું બીજું કારણ નબળા અને નાના દેશોની આર્થિક શક્તિમાં સુધારો કરવાનું છે. તેમના પર દેવાનો બોજ વધી રહ્યો છે. એટલા માટે આ વખતે G૨૦ દેશોની કોન્ફરન્સમાં ડેટ રિ-સ્ટ્રક્ચરિંગ, ન્યૂનતમ વૈશ્વિક કોર્પોરેટ ટેક્સ વગેરે પર વાતચીત થવાની છે.