દુનિયાના મોટાભાગના દેશોમાં ફરીવાર કોરોનાવાયરસના કેસો જાેવા મળી રહ્યા છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કોવિડ-19 વાઈરસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHO અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૫ની મધ્યથી દુનિયાભરમાં કોરોના વાઈરસની ગતિવિધિમાં વધારો નોંધાયો છે. WHOના આંકડા અનુસાર, કોવિડ ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ ૧૧% સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ ૨૦૨૪ બાદ સૌથી વધુ છે. આ વધારો વિશેષ રૂપે ઈસ્ટર્ન મેડિટેરેનિયન (પૂર્વી ભૂમધ્યસાગર વિસ્તાર) સાઉથ-ઈસ્ટ એશિયા, વેસ્ટર્ન પેસિફિક (પશ્ચિમી પ્રશાંત વિસ્તાર)થી જાેવા મળી રહ્યો છે.
સાથેજ WHOનું કહેવું છે કે, ૨૦૨૫ની શરૂઆતથી કોરોના વેરિયન્ટના ટ્રેન્ડમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. મે ૨૦૨૫ના મધ્ય સુઘી આ વેરિયન્ટ દુનિયાભરમાં રિપોર્ટ કરવામાં આવેલા કુલ જીનોમિક સિક્વેન્સના ૧૦.૭% બની ગયું છે.
વિવિધ દેશોમાં કોવિદ-૧૯ ના કેસોમાં વધારો નોંધાતા WHO મુજબ, હાલના સંક્રમણનું સ્તર ગત વર્ષે આ સમયે આ જ સમય જેવી સ્થિતિને દર્શાવે છે. WHOએ અવું પણ કહ્યું કે, અત્યાર સુધી કોવિડ-૧૯ના પ્રસારમાં કોઈ સ્પષ્ટ પેટર્ન જાેવા નથી મળી રહી. આ સિવાય હજુપણ અનેક દેશોમાં નજર રાખવા માટેની વ્યવસ્થા સિમિત છે, જે એક ચિંતાનો વિષય છે.
હાલની પરિસ્થિતિ જાેઈને, WHOએ તમામ સભ્ય દેશોને આગ્રહ કર્યો કે, તે જાેખમ આધારિત અને અને સંકલિત વ્યૂહનીતિ અનુસાર ર્ઝ્રંફૈંડ્ઢનું સંચાલન કરે. રસીકરણનો પ્રોગ્રામ બંધ ન કરે, ખાસ કરીને હાઈ રિસ્કવાળા લોકોને જરૂરથી રસી મૂકવામાં આવે. રસી ગંભીર બીમાર અને મૃત્યુથી બચાવ માટેની પ્રભાવી રીત છે.