નવી દિલ્હી : વર્લ્ડ ડાયાબીટીસ ડેની ઉજવણી આજે વિશ્વભરમાં કરવામાં આવી રહી છે. આ દિવસે આ બિમારીના સંબંધમાં લોકોને દર વર્ષે જુદી જુદી ઉપયોગી માહિતી આપવામાં આવે છે. જા કે આ બિમારીના દર્દીઓ સતત વધી રહ્યા છે. ડાયાબીટીસ, શુગર એક એવી બિમારી છે જે બિમારીના કારણે દુનિયાભરના લોકો પરેશાન છે. જા કે આ બિમારી માટે અમારી બદલાયેલી લાઇફ સ્ટાઇલ જ જવાબદાર છે. શારરિક શ્રમ ન કરનાર લોકોને આ બિમારી થવાનો ખતરો વધારે રહે છે. તેમ છતાં આરોગ્ય સાથે સંબંધિત આ ગંભીર સમસ્યાથી બચવા માટે પોતાની તરફથી જા પ્રયાસ કરવામાં આવે તો જીવનભર સુરક્ષિત રહી શકાય છે. વિશ્વમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દી ભારતમાં છે. ભારતને ડાયાબિટીસના પાટનગર તરીકે પણ ગણવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના કહેવા મુજબ ડાયાબિટીસના કારણે થતા ૮૦ ટકા મોત ઓચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે.
ગત વર્ષના આંકડા મુજબ ભારતમાં ૬૯. ૨ કરોડ લોકો ડાયાબિટીસથી ગ્રસ્ત છે. આમાંથી ૩૬ કરોડથી વધારે લોકોમાં ડાયાબિટીસની માહિતી પણ નથી. એવો અંદાજ છે કે વિશ્વમાં ડાયાબિટીસ તી ગ્રસ્ત દરેક પાંચમી વ્યÂક્ત ભારતીય છે. સામાન્ય રીતે ડાયાબિટીસના ૯૦.૯૫ ટકા રોગી ટાઇપ-૨ થી ગ્રસ્ત રહે છે. વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવા પાછળ પણ કેટલાક હેતુ છે. દર વર્ષે ૧૪મી નવેમ્બરના દિવસે તેની ઉજવણી કરવામાં આવે છે. ૧૪મી નવેમ્બરના દિવસે આ પ્રસંગે નિષ્ણાંતો અને તબીબો દ્વારા જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. લોકોને આ બિમારી અંગે માહિતી આપવામાં આવે છે. ડાયાબિટીસ હોવાની સ્થિતીમાં કેટલાક લક્ષણો રહેલા છે. જે પૈકી મોટા લક્ષણમાં સતત યુરિન એક લક્ષણ છે. વધારે પડતી તરસ લાગવી પણ એક લક્ષણ છે. જારદાર ભુખ લાગવી અને આંખમાં નબળાઇ પણ કારણ છે. કોઇ પણ પ્રકારના ઘા વાગી જવાની સ્થિતીમાં આ ઘા ઠીક થતા નથી. સર ફ્રેડરિક બૈટિંગના જન્મદિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવેછે. ફ્રેડરિકે પોતાના સાથીની સાથે મળીને ઇન્સુલીનની શોધ કરી હતી. આનો પ્રથમ વખત માનવી પર ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. દર્દીઓમા જાગૃતિ ફેલાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસ થવા માટે કેટલાક કારણો ખુબ સામાન્ય રહે છે. ડાયાબિટીસ બે પ્રકારના છે. જેમાં ટાઇપ-૧ અને ટાઇપ-૨નો સમાવેશ થાય છે. ટાઇપ-૧ માં આ રોગને ઇન્સુલીન આધારિત અને નાની વયમાં થનાર રોગ તરીકે ગણવામાં આવે છે. આરોગ કેટલીક વખત જન્મ બાદ બાળપણમાં પણ થઇ શકે છે. ડાયાબિટીસની આ અવસ્થાને નિયમિત ઇન્સુલીનથી મેનેજ કરી શકાય છે. આવી જ રીતે ટાઇપ-૨માં જુદા લક્ષણ હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વ્યાપક અભ્યાસ બાદ કહ્યુ છે કે વિશ્વમાં ૪૪૨ મિલિયન ડાયાબિટીસના દર્દી છે. સમગ્ર વિશ્વમાં જે દર્દીઓ છે તે પૈકી ભારતમાં સૌથી વધારે દર્દી છે.મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના ભારતીયોમાં ડાયાબિટીશના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના દર પાંચ વ્યÂક્ત પૈકી એક માત્ર હાઈપરટેન્શનથી જ ગ્રસ્ત નથી બલ્કે ડાયાબિટીસથી પણ પરેશાન છે